+

થાઈલેન્ડ વીક રોડ શો 2023નું આયોજન, ગુજરાત અને થાઈલેન્ડ વચ્ચે વ્યાપાર અને ઉદ્યોગને વેગ મળશે

DITPમુંબઈ, GCCI અને ઈન્ડો થાઈ ચેમ્બર ઓફ MSMEદ્વારા થાઈલેન્ડ અને ગુજરાત વચ્ચે વ્યાપાર અને ઉદ્યોગને વેગ આપવાના આશયથી સંયુક્ત રીતે YMCA ઇન્ટરનેશનલ સેન્ટર, અમદાવાદ ખાતે તારીખ 22 અને 23 ફેબ્રુઆરી, 2023 ના રોજ થાઈલેન્ડ વીક રોડ શો 2023 નું આયોજન કરવામાં આવેલ છે.આ રોડ શોનું ઉદ્ઘાટન 22મી ફેબ્રુઆરી 2023ના રોજ YMCA SGહાઈવે અમદાવાદ ખાતે થાઈલેન્ડના ભારત ખાતેના રાજદૂત મિસ.પટ્ટારટ હોંગટોંગે, GCCIપ્રમુખ પથીક પટવારી, ખાસ મહ
DITPમુંબઈ, GCCI અને ઈન્ડો થાઈ ચેમ્બર ઓફ MSMEદ્વારા થાઈલેન્ડ અને ગુજરાત વચ્ચે વ્યાપાર અને ઉદ્યોગને વેગ આપવાના આશયથી સંયુક્ત રીતે YMCA ઇન્ટરનેશનલ સેન્ટર, અમદાવાદ ખાતે તારીખ 22 અને 23 ફેબ્રુઆરી, 2023 ના રોજ થાઈલેન્ડ વીક રોડ શો 2023 નું આયોજન કરવામાં આવેલ છે.
આ રોડ શોનું ઉદ્ઘાટન 22મી ફેબ્રુઆરી 2023ના રોજ YMCA SGહાઈવે અમદાવાદ ખાતે થાઈલેન્ડના ભારત ખાતેના રાજદૂત મિસ.પટ્ટારટ હોંગટોંગે, GCCIપ્રમુખ પથીક પટવારી, ખાસ મહેમાન તેમજ  પરાગ તેજુરા, પ્રમુખ સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ, રાજકોટ અને શ્રીરાજન નાયર, પ્રમુખ એક્ઝિમ ક્લબ,વડોદરાની અતિથિવિશેષ તરીકેની ઉપસ્થિતિમાં કર્યું હતું.
રોડ શો લોકોને અન્ય રાષ્ટ્ર ના ઉત્પાદનો અને સંસ્કૃતિ પ્રત્યે ઉજાગર કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે.
ઉદ્ઘાટન પ્રસંગે બોલતા GCCI પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું કે આવા રોડ શો લોકોને અન્ય રાષ્ટ્ર ના ઉત્પાદનો અને સંસ્કૃતિ પ્રત્યે ઉજાગર કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે. અને અન્ય દેશો સાથે વેપાર સંબંધો સ્થાપિત કરવા માટે અસંખ્ય તકો પણ પુરી પાડે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વેપાર ને પ્રોત્સાહન આપવા માટે આવા પ્રદર્શનો વિવિધ શહેરોમાં યોજવા જોઈએ. તેમણે કહ્યું કે GCCI હંમેશા વિદેશી વ્યાપાર માટે અન્ય દેશોના પ્રતિનિધિ મંડળ તેમજ સ્થાનિક વેપાર અને ઉદ્યોગ વચ્ચે સેતુ બનવા પ્રયત્નશીલ રહે છે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને સરળ બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવા ઉત્સુક રહે છે. તેમણે ગુજરાતની 13 થી વધુ સંસ્થાઓ અને એસોસિએશનનો આ અંગે B2B મીટિંગ્સ માટે સહકાર આપવા માટે આભાર માન્યો હતો તેમજ અન્ય 15 સંસ્થાઓ ની પણ તેઓના આ મેગા ઇવેન્ટ અંગે સહકાર માટે ખાસ નોંધ લીધી હતી.
ભારત અને થાઈલેન્ડ વચ્ચે હંમેશા મજબૂત વ્યાપાર તેમજ ઉદ્યોગના સંબંધો રહ્યા છે
રોડ શોનું ઉદ્ઘાટન કરતા થાઈલેન્ડના ભારત ખાતેના રાજદૂત પટ્ટારટ હોંગટોંગે જણાવ્યું હતું કે ભારત અને થાઈલેન્ડ વચ્ચે હંમેશા મજબૂત વ્યાપાર તેમજ ઉદ્યોગના સંબંધો રહ્યા છે. તેઓએ આશા વ્યક્ત કરી હતી કે આયોજિત થાઇલેન્ડ રોડ શો આપણા બે દેશો વચ્ચેના આ સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેઓએ થાઈલેન્ડ ખાતે ઉપસ્થિત વ્યાપાર અને ઉદ્યોગ સંબંધિત અનેકવિધ તકો વિષે વાત કરી હતી. તેઓએ GCCI અને અન્ય સંસ્થાઓને તેમના સમર્થન માટે અભિનંદન પાઠવ્યા હતા.
થાઈલેન્ડના પ્રતિનિધિઓએ ભાગ લીધેલ છે
થાઈલેન્ડના વિવિધ પ્રદેશોમાં થી કુલ 40 જેટલા પ્રતિનિધિઓએ આ થાઈલેન્ડ વીક રોડ શો 2023 પ્રદર્શનમાં ભાગ લીધેલ છે, જેમાં ખાદ્ય અને પીણાં, જ્વેલરી, ઘરગથ્થુ જરૂરિયાતની સામગ્રી, પાલતુ પ્રાણીઓની સંભાળ માટેની સામગ્રી તેમજ ખાદ્ય ઉત્પાદન, સૌંદર્ય પ્રસાધનો જેવા અલગ અલગ ઉત્પાદન ક્ષેત્રનો સમાવેશ થાય છે. સાથે સાથે જાણીતી થાઈ ફૂડ ચેઇન દ્વારા ફ્રેન્ચાઈઝી ઓફર કરવામાં પણ આવી રહી છે.
શેફ દ્વારા કુકિંગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું 
રોડ શોના ભાગરૂપે થાઈલેન્ડના પ્રખ્યાત શેફ દ્વારા કુકિંગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં થાઈલેન્ડની વિવિધ શુદ્ધ શાકાહારી વાનગીઓનું નિદર્શન કરવામાં આવશે.સાથે સાથે થાઈલેન્ડના પ્રખ્યાત ફોક ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. થાઇલેન્ડ વીક રોડ શો 2023પ્રદર્શન મુલાકાતીઓ માટે સવારે 10:00 થી સાંજે 6:30 સુધી ખુલ્લું રહેશે. આ ઉપરાંત 25-27 ફેબ્રુઆરી, 2023ના રોજ સુરતમાં પણ આવો થાઇલેન્ડ રોડ શો યોજાવા જઈ રહેલ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter