+

વિશ્વ કેન્સર દિવસ પર કાંકરિયા ખાતે કેન્સર જાગૃતિ રેલીનું આયોજન

કેન્સર અને તેના સમયસર નિદાન અને સારવાર અંગે જાગૃતિ ફેલાવનાના હેતુથી આયોજિત આ રેલી યોજાઈ હતી. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે, કેન્સર વિશે જાગૃતિ લાવવા અને વહેલી તપાસ અને સારવારને પ્રોત્સાહિત કરવા 4 ફેબ્રુઆરીના રોજ જીસીએસ હોસ્પિટલ, અમદાવાદ મેડિકલ એસોસિએશન અને મણિનગર મેડિકલ એસોસિએશન દ્વારા કાંકરિયા ખાતે કેન્સર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.લાખો લોકો અને તેમના પરિવારોન
કેન્સર અને તેના સમયસર નિદાન અને સારવાર અંગે જાગૃતિ ફેલાવનાના હેતુથી આયોજિત આ રેલી યોજાઈ હતી. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે, કેન્સર વિશે જાગૃતિ લાવવા અને વહેલી તપાસ અને સારવારને પ્રોત્સાહિત કરવા 4 ફેબ્રુઆરીના રોજ જીસીએસ હોસ્પિટલ, અમદાવાદ મેડિકલ એસોસિએશન અને મણિનગર મેડિકલ એસોસિએશન દ્વારા કાંકરિયા ખાતે કેન્સર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાખો લોકો અને તેમના પરિવારોને અસર કરે છે.
કેન્સર એ વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. જે લાખો લોકો અને તેમના પરિવારોને અસર કરે છે. આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ ક્લોઝ ધ કેર ગેપ જેમાં વ્યક્તિઓ, સમુદાયો અને સરકારો માટે એકસાથે આવવા અને કેન્સર સામેની લડતમાં તફાવત લાવવા માટેનું એક આહ્વાન છે. કેન્સરનું વહેલું નિદાન બચવાની સંભાવના વધારવાની સાથે ઘણા ફાયદારૂપ છે. તેથી સમાજમાં કેન્સર વિષે જાગૃતતા ફેલાવવી ખુબ જરૂરી છે.
તમામ કેન્સરના દર્દીઓની સારવાર માટે તેમનો ટેકો અને પ્રતિબદ્ધતા દર્શાવ્યા હતા
કેન્સરને હરાવીને સ્વસ્થ થયેલા દર્દીઓએ ફુગ્ગા ઉડાડીને આ આ કેન્સર અવેરનેસ રેલીની શરૂઆત કરી હતી. કેન્સર સર્વાઇવર્સ, ડોક્ટર્સ, નર્સીસ, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને કોમ્યુનિટી મેમ્બર્સ અને નાગરિકજનો સાથે આવી કેન્સર સામેની લડતમાં એકજુટતા દર્શાવી હતી. તમામ કેન્સરના દર્દીઓની સારવાર માટે તેમનો ટેકો અને પ્રતિબદ્ધતા દર્શાવ્યા હતા. આ રેલીમાં કેન્સર માહિતી બૂથ જેમાં કેન્સર શું હોય, લક્ષણો, સારવાર અને થતું અટકાવવાના ઉપાયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, અને કેન્સર વિષે જાગૃતિ વધારવા અને કેન્સરને હરાવવવા પ્રોત્સાહિત કરવા માટે સહભાગીઓએ સ્લોગનો સાથે કાંકરિયા તળાવમાં એકજુથ ચાલીને જાગૃતિ ફેલાવા પ્રયાસ કર્યો હતો.
એક સર્વે અનુસાર ભારતમાં, નવમાંથી એક વ્યક્તિને તેના જીવનકાળમાં કેન્સર થવાની સંભાવના છે.
  •  કેન્સરની 5 સૌથી સામાન્ય સાઇટ્સ છે
  •  સ્તન (13.5%)
  •  મૌખિક પોલાણ (10.3%)
  •  સર્વાઇકલ (9.4%)
  •  ફેફસાં (5.5%)
  •  કોલોરેક્ટલ (4.9%)
કેન્સરથી થતા મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો અવરનેસ થકી શક્ય છે
પુરુષો અને સ્ત્રીઓમાં ટોચના પાંચ કેન્સર તમામ કેન્સરના 47.2% માટે જવાબદાર છે.  આ કેન્સરને અટકાવી શકાય છે, તેની તપાસ કરી શકાય છે અને વહેલા શોધી શકાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે પ્રારંભિક તબક્કે સારવાર કરી શકાય છે.  આ કેન્સરથી થતા મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો અવરનેસ થકી શક્ય છે..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter