Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BJP નું “ઓપરેશન જમણવાર”: ક્ષત્રિય આગેવાનો હવે જમાડીને સમાજને સમજાવશે

05:16 PM Apr 24, 2024 | KRUTARTH JOSHI

Rupala Controversy : એક તરફ રૂપાલા અને ક્ષત્રિયોનો વિવાદ સતત વકરી રહ્યો છે. બીજી તરફ ભાજપ દ્વારા સમગ્ર મામલે ડેમેજ કંટ્રોલના પ્રયાસો ચાલી રહ્યા છે. તેવામાં હવે ભાજપે પોતાના તમામ ક્ષત્રિય નેતાઓ અને આગેવાનોને એક્ટિવ કરી દીધા છે. તમામને જવાબદારી આપી છે કે, તેઓ જે ગામ અથવા જે જ્ઞાતિના છે તેના સંમેલનો કરે જમણવાર રાખે અને કોઇ પણ પ્રકારે સમાજના અલગ અલગ તબક્કાઓને ફરી એકવાર ભાજપ તરફી કરવા માટેના પ્રયાસો કરે.

ક્ષત્રિય આંદોલનને ખાળવા નાના સ્તરે જ ઓપરેશન જમણવાર

ક્ષત્રિયો હવે રુપાલાઅને બાદમાં ભાજપ સામે બાંયો ચઢાવી છે. સમગ્ર મામલે ક્ષત્રિય આગેવાનો હવે રથયાત્રા કાઢવાનું પણ આયોજન કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજ અને તેના ગામડે ગામડે ભાજપ વિરુદ્ધ પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યા છે. ભાજપના નેતાઓનો ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે. ગામમાં ઘુસવા નહી દેવાના પણ અનેક વીડિયો હાલ સોશિયલ મીડિયાને ગરમ રાખી રહ્યા છે. તેવામાં ભાજપે હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે ઓપરેશન જમણવાર શરૂ કર્યું છે. જે માટે તમામ ભાજપના ક્ષત્રિય આગેવાનોને પોત પોતાના ગામ અને સમાજના કાર્યક્રમો કરવા માટે પણ જણાવ્યું છે.

ભાજપના ક્ષત્રિય આગેવાનો માટે અવઢવની સ્થિતિ

બીજી તરફ સમગ્ર મામલે ભાજપના ક્ષત્રિય આગેવાનો કે જે પહેલાથી જ સમાજ સામે જવામાં સોખમણ અનુભવી રહ્યા હતા અને સમાજને જ સમજાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ આગેવાનો માટે હવે ફરી એકવાર ધર્મ સંકટ જેવી સ્થિતિનું સર્જન થયું છે. આ આંદોલન સ્વયંભુ હોવાના કારણે તેના નેતાઓ તો છે પરંતુ કોઇ એક આગેવાનના ખસી જવાથી આંદોલન તુટી પડે તેવી શક્યતાઓ નહીવત્ત છે. તેવામાં હવે નાનામાં નાના સ્તરે ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે ક્ષત્રિય આગેવાનોને આહ્વાન કર્યું છે. ચૂંટણીમાં થનારુ નુકસાન લઘુત્તમ થાય તેવા પ્રયાસો આદર્યા છે.