+

પાકિસ્તાનમાં આ શું થઇ રહ્યું છે? સંસદમાં સેનાએ પ્રવેશ કરી વિપક્ષી નેતાઓની કરી ધરપકડ

પાકિસ્તાન એક એવો દેશ જે Violence ને લઇને હંમેશા ચર્ચામાં બની રહે છે. એકવાર ફરી પાકિસ્તાને દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પાકિસ્તાનની સંસદમાં હંગામો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. અહી ત્યારે હંગામો થયો જ્યારે ઇસ્લામાબાદ પોલીસે એક ઓપરેશનના ભાગરૂપે સંસદ લોજની અંદર પ્રવેશ કર્યો અને JUI-Fના એમએનએ સલાહુદ્દીન અયુબી અને મૌલાના જમાલ-ઉદ-દિન સહિત 19 લોકોની ધરપકડ કરી.પોલીસે દાવો કર્યો હત
પાકિસ્તાન એક એવો દેશ જે Violence ને લઇને હંમેશા ચર્ચામાં બની રહે છે. એકવાર ફરી પાકિસ્તાને દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પાકિસ્તાનની સંસદમાં હંગામો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. અહી ત્યારે હંગામો થયો જ્યારે ઇસ્લામાબાદ પોલીસે એક ઓપરેશનના ભાગરૂપે સંસદ લોજની અંદર પ્રવેશ કર્યો અને JUI-Fના એમએનએ સલાહુદ્દીન અયુબી અને મૌલાના જમાલ-ઉદ-દિન સહિત 19 લોકોની ધરપકડ કરી.
પોલીસે દાવો કર્યો હતો કે, જમીયત ઉલેમા-એ-ઈસ્લામના ગણવેશધારી સ્વયંસેવક દળ, અંસારુલ ઈસ્લામના સભ્યોની ઘૂસણખોરી બાદ તેઓએ આ કાર્યવાહી કરી હતી. ઈસ્લામાબાદના પોલીસ મહાનિરીક્ષક મુહમ્મદ અહેસાન યુનુસે લોજની અંદરની કાર્યવાહીનો બચાવ કરતા કહ્યું કે અમે પોતે જ આ ઓપરેશનનું નેતૃત્વ કર્યું છે. ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યા બાદ પાકિસ્તાનમાં રાજકીય ઉત્તેજના વધી ગઈ છે. ગુરુવારે મૌલાના ફઝલ-ઉર-રહેમાનની પાર્ટીના એક સાંસદની ધરપકડ બાદ વિપક્ષે સરકાર વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી છે. વળી, મીડિયા અહેવાલો અનુસાર, ગૃહમંત્રી શેખ રાશિદે આરોપ લગાવ્યો હતો કે, જમિયત ઉલેમા-એ-ઈસ્લામે સંસદ લોજમાં જાણીજોઈને અંસારુલ ઈસ્લામના સભ્યોની ઘૂસણખોરી કરી હતી. તેમણે કહ્યું કે, આ લોકો લોજની અંદર છુપાયેલા હતા. અમે ઇચ્છતા હતા કે મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાય, પરંતુ તેઓએ પોલીસ અધિકારીઓને માર માર્યો અને તેમને બંધ કરી દીધા. તેઓએ અન્સારુલ ઈસ્લામના સભ્યોને અમને સોંપ્યા ન હતા. શેખ રાશિદે કહ્યું કે, અમે તેમના જેવા અન્ય લોકોને સંસદમાં પ્રવેશતા રોકવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ.
વળી, પાકિસ્તાનમાં વધતા રાજકીય સંકટ વચ્ચે, માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ ગુરુવારે આ વિચારને નકારી કાઢ્યો હતો કે, દેશની સેના વિપક્ષનું સમર્થન કરી રહી છે. ચૌધરીએ દાવો કર્યો હતો કે, સશસ્ત્ર દળો પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારની સાથે છે. ચૌધરીએ મીડિયાને આ વાત કહી. ખાનને પદ પરથી હટાવવા માટે વિરોધ પક્ષોએ નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કર્યાના દિવસો બાદ તેમનું નિવેદન આવ્યું છે. ચૌધરીને પૂછવામાં આવ્યું કે, શું ખાનને હટાવવા માટે દબાણ કરી રહેલા વિરોધ પક્ષોને સેનાનું સમર્થન છે? તો તેમણે આના પર કહ્યું, “આપણી બંધારણીય વ્યવસ્થામાં સેના સરકાર સાથે ઉભી છે. સેનાએ બંધારણનું પાલન કરવું પડશે, અને તે બંધારણનું પાલન કરવાનું ચાલુ રાખશે.”
Whatsapp share
facebook twitter