+

Operation Kaveri હેઠળ Sudan માં ફસાયેલા ભારતીયોનું પહેલું ગૃપ રવાના

સુદાનમાં ફસાયેલા ભારતીયોનો પહેલો જથ્થો સાઉદી અરબના જેદ્દા માટે ભારતીય નૌસેનાના જહાજમાં રવાના થઈ ગયો છે. વિદેશ મંત્રાલયે 25 એપ્રીલ મંગળવારે આ જાણકારી આપી. ભારતે હિંસાગ્રસ્ત સુદાનથી પોતાના નાગરિકોને બહાર…

સુદાનમાં ફસાયેલા ભારતીયોનો પહેલો જથ્થો સાઉદી અરબના જેદ્દા માટે ભારતીય નૌસેનાના જહાજમાં રવાના થઈ ગયો છે. વિદેશ મંત્રાલયે 25 એપ્રીલ મંગળવારે આ જાણકારી આપી. ભારતે હિંસાગ્રસ્ત સુદાનથી પોતાના નાગરિકોને બહાર લાવવા માટે સોમવારે ઓપરેશન કાવેરી (Operation Kaveri) શરૂ કર્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ INS સુમેધા (INS Sumedha) પર સવાર ભારતીયોના ફોટો ટ્વીટ કર્યું. આ દરમિયાન લોકોએ સુદાનમાંથી બહાર લાવવા માટે સરકારનો આભાર માન્યો અને હાથમાં ત્રિરંગા સાથે લોકો જોવા મળ્યા.

અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે, સુદાનમાં ફસાયેલા ભારતીયોનો પહેલો જથ્થો ઓપરેશન કાવેરી હેઠળ રવાના થયો. INS સુમેધા 278 લોકો સાથે પોર્ટ સુદાનના જેદ્દા જઈ રહ્યાં છે. સૂદાનથી આવી રહેલા લોકોમાં અનેક બાળકો પણ સામેલ છે. હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત લાવવાની યોજના હેઠળ ભારતે જેદ્દામાં બે C-130 સૈન્ય પરિવહન વિમાન અને પોર્ટ સુદનમાં INS સુમેધાને તૈનાત કર્યું છે.

  • વડાપ્રધાન મોદીએ ગત શુક્રવારે એક ઉચ્ચ સ્તરિય બેઠકમાં સુદાનમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે બહાર લાવવાની યોજનાઓની તૈયારી માટે નિર્દેશ આપ્યા હતા. વિદેશમંત્રી જયશંકરે સુદાનની સ્થિતિ પર હાલમાં જ સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમિરાતના વિદેશ મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. ભારત અમેરીકા, ઈજીપ્ત, સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક દેશોના સંપર્કમાં છે.

સુદાણમાં ભીષણજંગ
જેદ્દા પહોંચ્યા બાદ ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવશે. સમગ્ર સુદાનમાં લગભગ 3000 ભારતીય છે. સુદાનની રાજધાની ખાર્તૂમમાં અનેક સ્થળોથી ભીષણ લડાઈના અહેવાલોથી સુદાનમાં સુરક્ષા સ્થિતિ અસ્થિર બનેલી છે. અહીં સેના અને એક અર્ધસૈનિક સમુહ વચ્ચે છેલ્લા 10 દિવસોથી ભીષણ લડાઈમાં 400થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.

આ પણ વાંચો : સુદાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા સરકારની કવાયત શરૂ

Whatsapp share
facebook twitter