Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ambaji : પવિત્ર યાત્રાધામ જતાં VIP રોડ પર ખુલ્લેઆમ દેશી દારૂનું ધૂમ વેચાણ, પોલીસની કામગીરી સામે આરોપ

09:47 AM Mar 01, 2024 | Vipul Sen

એકતરફ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં બુટલેગરો અને દારૂનું વેચાણ કરતા ઇસમો બેફામ બની કોઈ પણ ખૌફ વિના બેરોકટોક અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે. એવા જ દ્રશ્યો મા અંબાના પવિત્ર ધામ અને લોકોની આસ્થાના કેન્દ્ર એવા અંબાજીથી (Ambaji) સામે આવ્યા છે. સ્થાનિક પોલીસની ઉદાસીનતા અને રહેમનજરે કેટલાક ઇસમો પવિત્ર ધામ અંબાજીની શોભાને કલંક લગાવતા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અંબાજી જતાં VIP રોડ પર (VIP Road) ખુલ્લેઆમ દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, એવો આરોપ છે.

અનેકવાર મારામારીની ઘટનાઓ પણ બને છે.

અંબાજી એ (Ambaji) લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. દૈનિક ધોરણે અહીં મોટી સંખ્યામાં લોકો મા અંબાના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે આવતા હોય છે. ત્યારે બીજી તરફ આ પવિત્ર ધામમાં જાહેર માર્ગ પર ખુલ્લેઆમ દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અંબાજી જતાં VIP રોડ પર (VIP Road) દરરોજ દેશી દારૂની (liquor) મહેફિલો જોવા મળે છે. અહીં, 4 થી 5 મહિલાઓ દેશીદારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહી છે. દારૂ પીવા આવતા લોકો વચ્ચે અનેકવાર મારામારીની ઘટનાઓ પણ બનતી હોય છે. પોલીસની રહેમનજરે કેટલાઇ ઇસમો અહીં દેશી દારૂના વેચાણનો ખુલ્લેઆમ વેપલો ચલાવી રહ્યા છે.

4 થી 5 મહિલાઓ દેશીદારૂનું ખુલ્લેઆમ વેચાણ કરે છે.

પોલીસને વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં

માહિતી મુજબ, આ મામલે સ્થાનિક પોલીસને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આરોપ છે કે સ્થાનિક પોલીસ (Police) પણ રૂપિયા લઈને આંખ આડા કાન કરીને બેઠી છે અને બુટલેગરો કોઈ પણ ખૌફ વિના બેરોકટોક ખુલ્લેઆમ દારૂનું ધૂમ વેચાણ કરી રહ્યા છે. અંબાજીના (Ambaji) VIP રોડ ખાતે છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગ પર દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પરંતુ, કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની સ્થાનિકો દ્વારા રાવ ઊઠી છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દેશી દારૂનાં ખુલ્લેઆમ વેચાણથી અંબાજીના વેપારીઓ અને ગ્રામજનો પણ ભારે પરેશાની વેઠી રહ્યા છે.

 

આ પણ વાંચો – Rain : રાજ્યમાં ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી વિશે