Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઔડાની ઓનલાઇન સિસ્ટમ કાર્યરત થઈ, ગુજરાત ફર્સ્ટની મુહિમ રંગ લાવી

11:06 PM Apr 14, 2023 | Vipul Pandya

છેલ્લા દોઢ મહિનાથી ઔડાની ઓનલાઈન સર્વર સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ હતી. ડેવલોપર્સ ભારે પરેશાન હતા. તમામ પ્રક્રિયા ઓનલાઈન હોવાથી 250 જેટલા પ્રોજેક્ટ પેન્ડિંગ હતા અને ઔડાની ઓનલાઈન સિસ્ટમ offline હતી. જેમની વેદનાને વાચા ગુજરાત ફર્સ્ટે આપી હતી.
ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર
ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલ બાદ ઔડાના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને હવે ગુજરાત ફર્સ્ટના અહેવાલની સીધી અસર જોવા મળી રહી છે. ઔડાની ઓનલાઇન સર્વર સિસ્ટમ રાબેતા મુજબ શરૂ થઇ ગઇ છે.  સિસ્ટમ ઠપ્પ હોવાને કારણે તમામ પ્રોજેક્ટ્સ અટવાઈ પડતા ડેવલોપર્સ અને લોકો છેલ્લા દોઢ મહિનાથી હતા ભારે મુશ્કેલીમાં હતા.
દોઢ મહિના બાદ સિસ્ટમ શરૂ
ગુજરાત ફર્સ્ટે દર્શાવેલા અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને ગુજરાત ફર્સ્ટના અહેવાલની સીધી અસર જોવા મળી છે ઔડાની ઓનલાઈન સિસ્ટમ શરુ થઇ ગઇ છે. ઔડાની ઓનલાઇન સિસ્ટમ દોઢ મહિના બાદ રાબેતા મુજબ શરૂ થતાં ક્રેડાઈ અમદાવાદ ગાહેડ તરફથી પણ ગુજરાત ફર્સ્ટની મુહિમને  બિરદાવવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટની મુહિમને બિરદાવી
ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ જણાવ્યું હતુ કે, ગુજરાત ફર્સ્ટ દ્વારા અમારી આ મોટી સમસ્યાને વાચા આપવામાં આવી હતી અને હવે ઔડા દ્વારા તાકીદે ઓનલાઇન સર્વર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે જેનાથી તમામ ડેવલોપર્સને મોટી રાહત થશે. ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલ બાદ ઔડાના અધિકારીઓએ સાત દિવસમાં સંપૂર્ણ સિસ્ટમને કાર્યરત કરવા આદેશ આપ્યા હતા.

ઓનલાઈન સિસ્ટમ ઠપ્પ
ઓનલાઇન સિસ્ટમના દાવા કરતી સરકારના દાવા પોકળ સાબિત થયા હતા. ઔડામાં પ્લાન સબમીશન, રજા ચિઠ્ઠી, ઓનલાઈન પ્રોગ્રેસ રિપોર્ટ સબમીશન જેવી તમામ પ્રક્રિયા ઓનલાઇન સિસ્ટમ ઠપ્પ થતા મોટી સમસ્યા સર્જાઈ હતી અને તેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરાયો હતો હવે તેની સીધી અસર સામે આવી છે ઓરડાના સિનિયર ટાઉન પ્લાનર આરજે રાવલે કહ્યું છે કે ત્રણથી સાત દિવસની અંદર સિસ્ટમની દૂર કરાશે અને ડેવલોપર્સની પરેશાની દૂર થશે.
અનેક કામો અટકી પડ્યા
છેલ્લા દોઢ મહિનાથી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ઓનલાઈન સર્વર સિસ્ટમ ઠપ્પ થતા વિવિધ પ્રોજેક્ટની ફાઈલોની  પ્રોસેસિંગ પ્રક્રિયા અટકી પડી હોવાનું સામે આવ્યું હતું.  23-11-2022 ના રોજથી સર્વર સદંતર બંધ, પ્લાન સબમીશન, રજા ચિઠ્ઠી થી લઈને, બીયુ પરમિશનની તમામ પ્રક્રિયા  ઓનલાઈન સિસ્ટમથી જ સબમિટ થતી હોય છે.
ગુજરાત ફર્સ્ટની અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું
ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રેસિડેન્ટ તેજસભાઈ જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિના જેટલો સમય થવા આવ્યો છે સદંતર સિસ્ટમ ઠપ હોવાથી કોઈ પ્રોજેક્ટ આગળ વધી શક્યા નથી તમામ પ્રોજેક્ટ રોકાઈ ગયા છે ઉપરાંત તેના કારણે રેરાના કમ્પ્લેનસીસ સમય મર્યાદામાં પુરા કરવાના હોય છે તે પણ દોઢ મહિનાથી તમામ પ્રોજેક્ટ ઠપ્પ છે. અવારનવાર ગાંધીનગરમાં રજૂઆત કરાઈ પરંતુ હજુ નિવેડો આવ્યો નથી. છેલ્લા દોઢ મહિનાથી સર્વર કામ ન કરતા ડેવલોપર્સ ભારે પરેશાનીમાં મુકાયા હતા. અને મેન્યુઅલી કામનો પણ કોઈ વિકલ્પ નથી. જોકે ડેવલોપર્સને આ પરેશાનીને વાચા આપતા અહેવાલ ગુજરાત ફર્સ્ટે જ્યારે પ્રસારિત કર્યો ત્યારબાદ ઔડાના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ