+

સંતશ્રી રોહિદાસ ની 646 મી જન્મજ્યંતી મહોત્સવ નિમિતે શિક્ષણ અને એકતા યાત્રા અંબાજી થી પ્રસ્થાન કરાઈ

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત અને રાજસ્થાનની (Rajasthan) સરહદ ઉપર આવેલું અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આવેલુ હોવાથી આ શક્તિપીઠને રાજ્ય શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે.યાત્રાધામ અંબાજી ખાતે આજે મહા સુદ-13ને શુકવાર, તા.03/02/2023 ના રોજ સેવા નિકેતન ધાર્મીક ટ્રસ્ટ દ્વારા 646 મી પૂજય સંત શિરોમણી ગુરૂ રોહિદાસ બાપુની જન્મ જયંતિ નિમિત્તે શિક્ષણ તથા એકà
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત અને રાજસ્થાનની (Rajasthan) સરહદ ઉપર આવેલું અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આવેલુ હોવાથી આ શક્તિપીઠને રાજ્ય શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે.યાત્રાધામ અંબાજી ખાતે આજે મહા સુદ-13ને શુકવાર, તા.03/02/2023 ના રોજ સેવા નિકેતન ધાર્મીક ટ્રસ્ટ દ્વારા 646 મી પૂજય સંત શિરોમણી ગુરૂ રોહિદાસ બાપુની જન્મ જયંતિ નિમિત્તે શિક્ષણ તથા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શક્તિપીઠ યાત્રાધામ અંબાજી થી માઁ અંબાની અખંડ જ્યોતમાંથી જ્યોત પ્રગટાવીને માઁ અંબાના આશીર્વાદ લઈ આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંબાજી ખાતે રોહીદાસ સમાજના લોકો અને ઈશ્વરભાઈ સિસોદિયા, આર.કે સિસોદિયા તેમજ સમસ્ત સિસોદિયા પરિવાર દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું.
આ યાત્રા અંબાજી માતાજી દર્શન કરી જલોત્રા (વડગામ) પાલનપુર ત્યાથી ચંડીસર વાયા દાંતીવાડા ઉગમણા રાણપુર ભાભર તથા થરાદમાં (સંત રોહિદાસ માનવ કલ્યાણ આશ્રમ) પહોંચશે.યાત્રાનું સમગ્ર આયોજન સંત શ્રી જામનાથ બાપુની પ્રેરણા અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે. જામનાથ બાપુએ જણાવ્યું હતું કે, આ યાત્રાનો મુખ્ય હેતુ પૂજય સંત શ્રી રોહિદાસ બાપુનો પ્રચાર-પ્રસારણ કરીને ઋણ અદા કરવાનો અને સમસ્ત બનાસકાંઠા જિલ્લામાં સમાજમાં જાગૃતિ, શિક્ષણ, વ્યશન મુક્તિ, કુરિવાજો નાબુદ તથા સ્વચ્છતા અભિયાન પ્રત્યે સમાજને જાગૃત કરવાનો છે.રોહીદાસ સમાજ અને અનુસિત જનજાતિ માં શિક્ષણ અને એકતા સમાજમાં વધે અને સમગ્ર સમાજ હળી મળી બંધુત્વ ભાવ કેળવે માટે આ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
અંબાજી ખાતે યાત્રા ને લઈને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંબાજી યેવલા બીડી પાસે સિસોદિયા પરિવારના ત્યાં આજે સુંદર પ્રસંગ યોજવામાં આવ્યો હતો જેમાં શિક્ષણ અને એકતા સમાજમાં વધે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજીના સિસોદિયા પરિવાર દ્વારા સંતશ્રી રોહિદાસ ની 646 મી જન્મજ્યંતી મહોત્સવ નિમિતે શિક્ષણ અને એકતા યાત્રા અંબાજી થી પ્રસ્થાન કરાઈ હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter