Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Una: અકસ્માતમાં પતિનું મોત, પત્નિએ મોબાઇલમાં પતિનો ફોટો જોઇ તોડ્યું કડવા ચોથનું વ્રત

05:24 PM Nov 02, 2023 | Vipul Pandya

અહેવાલ—ભાવેશ ઠાકર, ઉના

ઉનાના તડ ચેક પોસ્ટ તેમજ કેન્દ્રશાસિત દિવ ચેક પોસ્ટ વચ્ચે તડ ગામ નજીક કડવા ચોથના દિવસે રાત્રિના બાઈક ચાલક મિત્રને મુકી પત્નિ માટે મીઠાઈ લેવા જઇ રહ્યો હતો ત્યારે રસ્તા પર બે બાઇક સામ સામે જોરદાર ટકરાતા એક બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ દિવ હોસ્પીટલ બાદમા વધું સારવાર અર્થે ઉના ખસેડવામા આવ્યો છે. આ અકસ્માતની ઘટનામાં યુવાનના મોતથી તેમનાં પરિવારજનોમાં ભારે શોક પ્રસરી ગયો હતો.

યુવક પત્ની માટે મીઠાઈ લેતો આવું તેમ કહીને નિકળ્યો

દિવની બોર્ડરે નજીક ગુજરાતના તડ ગામમાં રહેતા દેવીપૂજક પરિવારમાં કડવા ચોથની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી. અને પરિવારની તમામ પ્રતિ વ્તા સ્ત્રીઓ લાલ રંગની સાડીઓમાં ચાંદ દેખાવાની રાહ જોતી હતી. ત્યારે પોતાના મિત્રને તડ ગામેથી દિવ મુકી પત્ની માટે મીઠાઈ લેતો આવું તેમ કહીને નિકળ્યો હતો.

અકસ્માતમાં યુવકનું મોત

ઉનાના તડ ચેક પોસ્ટની બોર્ડરે દિવ તરફથી નાથળ ગામના ભરતભાઈ બાબુ પોતાની બાઈક લઈને દિવ થી તડ તરફ જતા હતાં. ત્યારે તડ તરફથી દિવ જતાં સંતોષ મનસુખ સોલંકીની બાઈક સાથે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમા સંતોષભાઈનું ઘટના સ્થળે માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં મૃત્યુ નીપજ્યું હતું. જોકે ઈમરજન્સી 108ને જાણ કરતા પ્રથમ નજીક દિવની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ દિવ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે નાથળના ભરતભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે ઉનાની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા. બંને બાઈક ચાલકોએ હેલ્મેટ ન પહેર્યા હોવાથી બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.

ચાંદ દેખાતા પત્નીએ મોબાઈલમાં પતિનો ફોટો જોઈને કડવા ચોથનું વ્રત છોડ્યું

અકસ્માતના સમાચાર વાયુવેગે કડવા ચોથના વ્રત રહેલી પત્નીને મળતાં પત્ની ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ચાંદ દેખાતા પત્નીએ મોબાઈલમાં પતિનો ફોટો જોઈને કડવા ચોથનું વ્રત છોડ્યું હતું. પરંતું પત્નિને કયા ખબર હતી. અકસ્માતમાં જે પતિની લાંબી ઉંમર કડવા ચોથનું વ્રતનું ઉપવાસ રાખેલ પતિનું જ અકસ્માતમાં મૃત્યુ થશે. આ અકસ્માતના પરિવાર ઉપર આભ તુટી પડ્યું.

કડવા ચોથનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો

કડવા ચોથનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના દિવ અને ગુજરાતની બોર્ડર પર નવાબંદર મરીન પોલીસની હદ આવેલી હોવાથી નવાબંદર મરીન પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો—-ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સફરજનની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ