Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતીય સંસદ પર હુમલાની આજે 22મી વરસી,PM મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી

10:05 AM Dec 13, 2023 | Hiren Dave

2001ના દિવસે પાંચ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો આ હુમલામાં નવ જવાનો શહીદ થયા હતા જ્યારે હુમલો કરનાર પાંચેય આતંકીઓ પણ માર્યા ગયા હતા 22 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો. જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓએ લોકશાહીના સૌથી મોટા મંદિરમાં ઘૂસવાનો નાપાક પ્રયાસ કર્યો હતો, પરંતુ બહાદુર જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશના દુશ્મનોને ઠાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધી અને અન્ય નેતાઓ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સંસદમાં એકઠા થયા હતા

 

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધી હાજર રહ્યા

આતંકવાદી હુમલાના 22 વર્ષ પૂર્ણ થવા પર ગૃહમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે પીડિતના પરિવારના સભ્યો પણ સંસદમાં હાજર હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહે પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. આ દરમિયાન સોનિયા ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓ ત્યાં હાજર હતા.

જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને આતંકવાદીઓને ઠાર કર્યા હતા

સુરક્ષા જવાનોએ પોતાનો જીવ જોખમમાં મુકીને પાંચેય આતંકીઓને ઠાર કર્યા હતા. આ હુમલામાં 9 જવાન શહીદ થયા હતા અને 16 જવાનો ઘાયલ થયા હતા. શહીદ થયેલા જવાનોમાં જગદીશ પ્રસાદ યાદવ, મતબર સિંહ નેગી, નાનક ચંદ, રામપાલ, ઓમપ્રકાશ, બિજેન્દ્ર સિંહ, ઘનશ્યામ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની મહિલા કોન્સ્ટેબલ કમલેશ કુમારી અને CPWD કર્મચારી દેશરાજનો સમાવેશ થાય છે.

આતંકવાદીઓ એમ્બેસેડર કારમાં આવ્યા હતા

13 ડિસેમ્બર 2001ની સવારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું હતું. વિપક્ષી સાંસદો રાજ્યસભા અને લોકસભામાં શબપેટી કૌભાંડ, કફનના ચોર, સિંહાસન છોડીને સૈન્ય લોહી વહાવે છે, સરકાર દલાલી ખાય છે તેવા સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી સહિત તમામ સાંસદો સંસદમાં જ હાજર હતા. ત્યારે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓ સફેદ એમ્બેસેડર કારમાં સંસદ ભવન સંકુલમાં પ્રવેશ્યા. એક આતંકવાદીએ સંસદ ભવનનાં ગેટ પર બોમ્બથી પોતાની જાતને ઉડાવી દીધી. આતંકવાદીઓએ એમ્બેસેડર કાર પર ગૃહ મંત્રાલયનું સ્ટીકર પણ લગાવી દીધું હતું.

અફઝલ ગુરુને 2013માં ફાંસી આપવામાં આવી હતી

આ આતંકી હુમલા પાછળ મોહમ્મદ અફઝલ ગુરુ અને શૌકત હુસૈન સહિત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનો હાથ હતો. અફઝલ ગુરુને 12 વર્ષ બાદ 9 ફેબ્રુઆરી 2013ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

આ પણ વાંચો-ભાજપમાં શિવરાજનું ભવિષ્ય શું હશે? દિલ્હી ‘ઘર’ બનશે કે રાજભવન મોકલાશે?