Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતમાં ટેસ્લાની એન્ટ્રી શા માટે નથી થતી? જાણો એલોન મસ્કે ભારત ના આવવા માટે શું કારણ આપ્યું?

05:23 PM Apr 23, 2023 | Vipul Pandya

અમેરિકાની ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રીને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. હવે કંપનીના સીઈઓ અને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કે દેશમાં પ્લાન્ટ સ્થાપવામાં વિલંબ અંગે પોતાનું મૌન તોડ્યું છે. મસ્કે જણાવ્યું કે ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે તેમની શું તૈયારી છે અને શા માટે તેમણે પાછી પાની કરી છે.
એલોન મસ્કએ શું કહ્યું?
એલોન મસ્ક ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે અને તેમની ટ્વિટ સતત સમાચારો અવે ચર્ચાનું કેન્દ્ર પણ બને છે. હવે જ્યારે ટ્વિટર પર એક યુઝર દ્વારા ટેસ્લા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે મસ્કએ કહ્યું કે ટેસ્લા એવી કોઈ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે નહીં જ્યાં અમને પહેલાથી જ કાર વેચવાની અને સર્વિસ આપવાની મંજૂરી આપવામાં નહીં આવે.

નીતિન ગડકરીએ શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર એલોન મસ્કને ભારતમાં ટેસ્લાનો પ્લાન્ટ સ્થાપવા માટે આમંત્રણ આપી રહી છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ટેસ્લા ભારતમાં તેના ઇલેક્ટ્રિક વાહનો બનાવે તેનાથી સરકારને કોઈ સમસ્યા નથી, પરંતુ તેમણે ચીનથી કાર આયાત ના કરવી જોઈએ. જ્યારે મસ્ક પહેલા કાર વેચવાની અને પછી દેશમાં પ્લાન્ટ લગાવવાની વાત કરી રહ્યા છે.
ગડકરીએ ટેસ્લાના સીઈઓને આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે ભારતમાં ઈ-વ્હીકલ સેક્ટરમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે, તેથી હું ઈલોન મસ્કનું સૂચન કરું છું. તેcને ભારતમાં સારું બજાર મળશે. તેમણે કહ્યું હતું કે ચીનમાં ઉપલબ્ધ તમામ ગુણવત્તાયુક્ત વિક્રેતાઓ અને ઓટોમોબાઈલ સ્પેરપાર્ટ્સ પણ ભારત પાસે છે. મસ્ક માટે તેને ભારતમાં બનાવવું અને ભારતમાં વેચવું સરળ બની શકે છે.
પહેલા પણ એલોન મસ્કે ભારતમાં સમસ્યાની વાત કરી હતી
એલોન મસ્ક ટ્વિટર દ્વારા ભારતમાં ઇલેક્ટ્રિક કાર ટેસ્લાના પ્રવેશમાં વિલંબ વિશે પહેલેથી જ વાત કરી ચૂક્યા છે. ભૂતકાળમાં, અબજોપતિ ઉદ્યોગપતિએ ભારતમાં આયાત ડ્યુટી સહિત અન્ય સમસ્યાઓનો સામનો કરવાની વાત કરી હતી. 16 જાન્યુઆરીના રોજ કરવામાં આવેલ એક ટ્વીટમાં તેણે પોતાની કારને ભારતમાં લોન્ચ ન કરવાનું કારણ જણાવ્યું અને કહ્યું કે કંપની હાલમાં ભારત સરકાર સાથે ઘણા પડકારો પર કામ કરી રહી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે તેઓ સરકાર સાથે વિવિધ મુદ્દાઓ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.