Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

26 મેએ પીએમ મોદી ચેન્નાઈ-હૈદરાબાદના પ્રવાસે, અનેક પરિયોજનાઓની આપશે ભેટ

10:01 AM Apr 28, 2023 | Vipul Pandya

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મેએ
હૈદરાબાદ અને ચેન્નઈના પ્રવાસે જવાના છે. પીએમ મોદી તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં
રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. સાથે
31400 કરોડ
રૂપિયાના
11 મોટા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ
તમામ પ્રોજેક્ટ રેલ કનેક્ટિવિટી અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા છે. તો
પીએમ મોદી ચેન્નઈથી રેલ પરિયોજનાઓને દેશને સમર્પિત કરશે તો ભવિષ્યને જોતા
ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારનાર પ્રોજેક્ટ્સની આધારશિલા રાખશે જેનો ખર્ચ
21400 કરોડ રૂપિયાથી વધુ હશે.  આ તમામ પરિયોજનાઓ દ્વારા ત્યાં
સામાજિક અને આર્થિક ફેરફારની સાથે લોકોની પ્રગતિ થશે.
2900 કરોડના ખર્ચથી પાંચ મોટા પ્રોજેટ્ક્સને
પીએમ મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે. જેમાં
75 કિલોમીટર
લાંબી મદુરઈ-ટેલી રેલ લાઇન છે. આ ગેઝ કન્વર્ઝન પરિયોજના હતી જેને
500 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. તો પીએમ
મોદી
30 કિમી લાંબી રેલ લાઇન
તંબારામ-ચૈંગલપટ્ટૂનું ઉદ્ઘાટન કરશે જેનું નિર્માણ
590 કરોડના ખર્ચે થયું છે. તેનાથી અર્બન સેવાઓનો વિસ્તાર થશે. પીએમ મોદી
તમિલનાડુમાં ગેસ પરિયોજના અને પીએમ આવાસ યોજનાથી બનેલા
1152 મકાનોનું પણ ઉદ્ઘાટન કરશે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 262 કિલોમીટર
લાંબા બેંગલુરૂ-ચેન્નઈ એક્સપ્રેસ-વેની આધારશિલા રાખશે. આ કર્ણાટક
, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુને જોડશે, જેને 14870 કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવશે. તો પીએમ મોદી અન્ય બીજા
પ્રોજેક્ટની આધારશિલા પણ રાખવાના છે.
 પ્રધાનમંત્રી
કાર્યાલયે આપેલી માહિતી પ્રમાણે સાંજે
5.45 કલાકે પીએમ
મોદી ચેન્નઈના જેએલએન ઈન્ડોર સ્ટેડિયમમાં
31400 કરોડ
રૂપિયાથી વધુની
11
પરિયોજનાઓની આધારશિલા રાખશે કે
ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટથી પ્રદેશના વિકાસમાં વધારો થશે. તો પીએમ મોદી બપોરે બે
કલાકે આઈએસબી હૈદરાબાદના
20 વર્ષ પૂરા
થવા પર આયોજીત એક સમારોહમાં હાજરી આપશે.
 

આ પણ વાંચો: PM મોદીએ ક્વાડ સમિટમાં રશિયાનું નામ લીધા વગર યુક્રેનને લઈને આપ્યું મોટું નિવેદન. દુનિયાને આપ્યો સંદેશ