Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

UAE : 14 ફેબ્રુઆરીએ PM MODI કરશે BAPS હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

08:38 PM Feb 12, 2024 | Vipul Pandya

UAE : આરબ દેશ UAEમાં BAPSનું હિન્દુ મંદિર નિર્માણ પામ્યું છે અને આગામી 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ પણ સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યું છે. ગુજરાત ફર્સ્ટ પર આપને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પળે પળની માહિતી મળશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં જ સોમવારે સાંજે અબુધાબી મંદિર પરિસરમાં અમી છાંટણા થયા હતા.

અબુ મુરેખા નામની જગ્યા પર BAPSનું હિન્દુ મંદિરનું નિર્માણ

અબુ ધાબી અને દુબઇ વચ્ચે BAPS હિન્દુ મંદિરનું નિર્માણ કરાયું છે. આગામી 14મી ફેબ્રુઆરીએ PM મોદીના હસ્તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. વસંત પંચમીના શુભ દિવસે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઇ રહી છે. અબુ મુરેખા નામની જગ્યા પર BAPSનું હિન્દુ મંદિરનું નિર્માણ કરાયું છે.

આગામી 14 ફેબ્રુઆરીએ વસંત પંચમીના શુભ દિવસે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

આરબ દેશ UAEમા BAPSનું હિન્દુ મંદિર નિર્માણ પામ્યું છે. આગામી 14 ફેબ્રુઆરીએ વસંત પંચમીના શુભ દિવસે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે.ત્યારે સમગ્ર મહોત્સવની પળેપળની માહિતી આપ સુધી પહોંચાડવા ગુજરાત ફર્સ્ટ પણ ત્યાં પહોંચ્યું છે. આ હિન્દુ મંદિર માટે UAE સરકાર તરફથી કુલ 27 એકર જમીન આપવામાં આવી છે. જેમાં 13.5 એકર મંદિર ને 13.5 એકર પાર્કિંગ એરિયા આવેલો છે.

મંદિર 700 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું

BAPS હિન્દુ મંદિર 700 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. BAPS હિંદુ મંદિરનો વિચાર 1997માં પ્રમુખ સ્વામી મહારાજના UAE પ્રવાસ દરમિયાન આવ્યો હતો અને ત્યાર બાદ ઓગસ્ટ 2015 માં UAE સરકારે અબુ ધાબીમાં હિન્દુ મંદિર બનાવવા માટે જમીન આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી. UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને મંદિર માટે જમીન ભેટમાં આપી હતી.

મંદિરના બાંધકામ માટે ગુલાબી પથ્થર રાજસ્થાનથી લવાયા

વર્ષ 2018 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરનું મોડલ લોન્ચ કર્યું હતું અને ત્યારબાદ ખાત મૂહુર્ત અને શિલા પૂજન કરીને મંદિરનું નિર્માણ કાર્ય શરુ કરાયું હતું. મંદિરના બાંધકામ માટે ગુલાબી પથ્થર રાજસ્થાનથી લવાયા હતા. મંદિરની અંદર ઇટાલિયન માર્બલ લગાવાયા છે,.

સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી

મંદિરમાં કોઇ પણ જગ્યાએ સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરમાં 2 ભવ્ય ડોમ બનાવાયા છે જેને ડોમ ઓફ હાર્મની અને ડોમ ઓફ પીસ કહેવામાં આવે છે. આ મંદિર 108 ફૂટની ઊંચાઈ છે જ્યારે 262 ફૂટ લંબાઈ અને 180 ફૂટ પહોળાઈ છે.
યુએઈના 7 અમીરાતનું પ્રતિનિધિત્વ કરતાં મંદિર પર 7 શીખર છે.

મંદિરના પ્રાગણમાં નેનો ટાઈલ્સનો ઉપયોગ

મંદિરના પ્રાગણમાં નેનો ટાઈલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તથા સમગ્ર મંદિરમાં 350 થી વધુ સેન્સર મૂકવામાં આવ્યા છે. મંદિરમાં ભારતની ત્રણ પવિત્ર નદીઓ ગંગા , યમુના અને સરસ્વતી નું પ્રતીક પ્રવાહ વ્હાવવામાં આવશે.

આ પણ વાંચો—-BAPS : હિંદુ મંદિર, અબુ ધાબી ખાતે ‘‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’ માં હજારો ભક્તો ઉલ્લાસભેર જોડાયા

ઇનપુટ—-નિકુંજ જાની, UAE

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.