Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CM બનતા જ આતિશીએ અરવિંદ કેજરીવાલના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા

07:59 PM Sep 21, 2024 |
  • દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
  • અન્ય પાંચ મંત્રીઓએ પણ શપથ લીધા
  • cm આતિશીએ કેજરીવાલના લીધા આશીર્વાદ

Delhi CM:આમ આદમી પાર્ટી (AAP)ના નેતા આતિશીએ દિલ્હીના નવા મુખ્યમંત્રી (Delhi CM)તરીકે શપથ લીધા છે. આતિશી દેશની 17મી મહિલા મુખ્યમંત્રી અને સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત બાદ દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બની છે. આતિશીની સાથે અન્ય પાંચ મંત્રીઓએ પણ શપથ લીધા છે. જેમાં ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ, ઈમરાન હુસૈન અને નવા સભ્ય મુકેશ અહલાવતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કેજરીવાલે દિલ્હીના લોકોનું જીવન બદલી નાખ્યું – આતિશી

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આતિશીએ કહ્યું, ‘આજે મેં સીએમ તરીકે શપથ લીધા છે પરંતુ અમારા માટે આ ભાવનાત્મક ક્ષણ છે જ્યારે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી નથી. અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોનું જીવન બદલી નાખ્યું. આ સાથે આતિશીએ કહ્યું, ‘હવે આપણે બધાએ એક જ કામ કરવાનું છે. અરવિંદ કેજરીવાલને ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બનાવવા પડશે.

સીએમ આતિશીએ કેજરીવાલના ચરણ સ્પર્શ કર્યા

મુખ્યમંત્રી બન્યા બાદ આતિશીએ આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલના (arvind kejriwal)ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના પણ અરવિંદ કેજરીવાલ સાથે ઉભા હતા. ત્યારબાદ આતિષીએ આગળ આવીને પૂર્વ સીએમ કેજરીવાલના ચરણ સ્પર્શ કર્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કેજરીવાલ અને મનીષ સિસોદિયા પણ હાજર હતા

તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ આતિષીને પાર્ટીના વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં કેજરીવાલ અને પૂર્વ ઉપમુખ્યમંત્રી અને પાર્ટીના નેતા મનીષ સિસોદિયા પણ હાજર રહ્યા હતા.

દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી

કોંગ્રેસના શીલા દીક્ષિત અને ભારતીય જનતા પાર્ટી (ભાજપના) સુષ્મા સ્વરાજ પછી આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી છે. સ્વતંત્ર ભારતમાં, આતિશી મુખ્યમંત્રી પદ સંભાળનાર 17મી મહિલા છે.