Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દુનિયાભરમાં પાંચ લાખ લોકોને ઓમિક્રોન વેરિઅન્ટ ભરખી ગયો, 13 કરોડ લોકો થયા સંક્રમિત

10:45 PM Apr 25, 2023 | Vipul Pandya

દુનિયાભરમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ ‘ઓમિક્રોન’ માનવ જાત માટે વધુ ધાતક નીવડ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ઓમિક્રોનને નવેમ્બરમાં કોરોના વાયરસનો એક જટિલ પ્રકાર જાહેર કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી દુનિયાભરમાં આ વેરિયન્ટથી પાંચ લાખ લોકોના મૃત્યુ થઈ ચૂક્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં 13 કરોડ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. વિશ્વભરના આ વેરિયન્ટથી સંક્રમિતોની સંખ્યા ઘણી વધારે છે. WHOના મેનેજર અબ્દી મહમૂદે આ વેરિયન્ટથી દુનિયાભરમાં થયેલા મૃત્યુ બાબતે દુ:ખ વ્યક્ત કર્યું છે.

સંક્રમિતોની સંખ્યા ઘણી વધારે
ઓમિક્રોન અંગે શરૂઆતથી જ અત્યંત ચેપી હોવાની આશંકા વ્યક્ત કરાઇ હતી અને હજુ પણ આ વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં સક્રિય છે. જો વાત કરીએ ભારતની તો ,ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીમાં ભારતમાં તેનાથી વધારે નુકસાન થયું નથી, પરંતુ જો આપણે આખી દુનિયાના કેસ ઉપર નજર કરીએ તો તેના સંક્રમિતોની સંખ્યા ઘણી વધુ નોંધાઇ છે. WHOના ઇન્સિડેન્ટ મેનેજર અબ્દી મહમૂદે આ વેરિયન્ટથી થયેલા મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યું છે.

રસી ન મૂકાઇ હોય તેવા લોકોને વધુ ખતરો જોવા મળત
ઓમિક્રોન વેરિયન્ટે વિશ્વભરમાં ખૂબ આતંક મચાવ્યો છે. ખાસ કરીને યુરોપીયન દેશોમાં આ વેરિયન્ટનો વધુ ખતરો જોવા મળ્યો છે.  એક જાણકારી મુજબ વિશ્વભરમાં વેક્સિન ન લીઘી હોય તેવા લોકો માટે આ વેરિયન્ટ વધારે ધાતક નીવડ્યો. તેમના શરીરમાં એન્ટિ-કોરોના સેલ્સન હોવાથી આવા ચેપગ્રસ્ત લોકોને ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી.જેના કારણે વધુ લોકોના મૃત્યુ થયા છે. WHOના મેનેજર મહેમૂદે સોશિયલ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓમિક્રોન હવે ડેલ્ટાનો એક ધાતક પ્રકાર સાબિત થયો છે. જો કે, ચેપગ્રસ્ત લોકોને ઓછી ગંભીર સમસ્યાઓ થઈ છે. પરંતુ રસીની શોધ થયા પછી પણ પાંચ લાખ લોકો મૃત્યુ પામ્યા છે તે અફસોસની વાત છે.

દુનિયાભરમાં અડધા મિલિયન લોકો  ઓમિક્રોનના શિકાર
લોકો કહે છે કે, ઓમિક્રોન હળવો છે. પરંતુ તેઓ ભૂલી રહ્યા છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને ‘ઘાતક વેરિયન્ટ ‘ જાહેર કર્યો છે. દુનિયાભરમાં તેનાથી અડધા મિલિયન લોકોના મૃત્યુ થયા છે. WHOના ટેકનિકલ ચીફ મારિયા વાન કેરખોવેનું કહેવું છે કે, ઓમિક્રોનના કારણે નોંધાયેલા કેસોની સંખ્યા ચિંતાજનક છે. આ સંક્રમણદરને અગાઉના વેરિઅન્ટની સમકક્ષ જ જોવામાં આવે છે. જ્યારે તેની પીક હજુ ઘણા દેશોમાં આવવાની બાકી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં આનાથી મૃત્યુઆંક વધ્યો છે, જે ખૂબ ચિંતાનો વિષય છે.