Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

OMG!, Japan માં શખ્સને કૂતરો બનાવાનો જાગ્યો જબરો શોખ, હવે ગાળામાં પટ્ટો બાંધીને ફરે છે… Video

06:31 PM Jul 30, 2023 | Dhruv Parmar

દુનિયા વિચિત્ર લોકોથી ભરેલી છે. તેથી જ કંઈક નવું કરવા માટે વ્યક્તિ કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે, તાજેતરનો કિસ્સો જાપાન (Japan)નો છે, જ્યાં એક વ્યક્તિએ પોતાને કૂતરામાં બદલી નાખ્યો છે, જેનું નામ ટોકો કહેવામાં આવી રહ્યું છે. આ માટે ટોકોએ 22 હજાર ડોલર એટલે કે લગભગ 18 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. હવે લોકો કૂતરા જેવા દેખાતા વ્યક્તિને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Zepet નામની કંપનીએ આ જાપાની માણસને કૂતરાનો આકાર બનાવવામાં મદદ કરી છે. આ માટે કંપનીએ કુલ 40 દિવસનો સમય લીધો છે. આ વ્યક્તિએ કોલી જાતિના કૂતરાનું રૂપ ધારણ કર્યું છે. જે અંગે કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે આ વ્યક્તિને કોલી ડોગની તર્જ પર બનાવવામાં આવ્યો છે. તે ચાર પગ પર ચાલતા વાસ્તવિક કૂતરાની જેમ દેખાય છે.

માણસમાંથી કૂતરો બનેલા આ જાપાની વ્યક્તિએ જણાવ્યું કે આ તેના જીવનનું સપનું હતું. આ વ્યક્તિએ તેની યુટ્યુબ ચેનલ પર ‘હું પ્રાણી બનવા માંગુ છું’ નામનો વીડિયો અપલોડ કર્યો છે. આ ચેનલ પર કુલ 31,000 સબ્સ્ક્રાઇબર્સ છે અને વીડિયો 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં ટોકોને તેના ગળામાં પટ્ટો બાંધીને ફરવા લઈ જવામાં આવતો જોઈ શકાય છે. માનવ કૂતરો પાર્કમાં અન્ય કૂતરાઓને સુંઘતો અને પ્રાણીની જેમ જમીન પર લથડતો જોવા મળે છે.

જાપાનના ટોકોએ શ્રેષ્ઠ શૉટ બનાવતી જાપાની કંપની Zepet સાથે કરાર કર્યો અને તેમને કૂતરા-ડિઝાઈન કરેલા પોશાક બનાવવા કહ્યું, જે પહેરીને તેઓ કૂતરા જેવા દેખાય. અન્ય લોકોને ટોકોનો ઈરાદો ગમશે નહીં, પરંતુ ટોકો કહે છે કે તે કૂતરો બનીને ખૂબ જ ખુશ છે. તે નાનપણથી જ કૂતરો બનવા માંગતો હતો, આ સપનું હવે સાકાર થયું છે. ટોકો માણસમાંથી કૂતરા સુધીના એક અલગ પ્રકારના પરિવર્તનમાંથી પસાર થયો છે. ટોકોએ તેની યુટ્યુબ ચેનલના બાયોમાં લખ્યું છે કે આજે તેની ડોગ બનવાની ઈચ્છા પૂરી થઈ. ટોકોએ તેના દર્શકોની ટિપ્પણીઓ પણ શેર કરી છે.

તમને જણાવી દઈએ કે, જાપાનની કંપની Zepet દ્વારા કરવામાં આવેલી આ પ્રક્રિયામાં એક હાયપર, પરંતુ વાસ્તવિક કૂતરા જેવો પોશાક તૈયાર કરવામાં આવ્યો છે. તેની કિંમત બે મિલિયન યેન છે. કંપની ટીવી કમર્શિયલ અને ફિલ્મો માટે કોસ્ચ્યુમ બનાવવામાં નિષ્ણાત છે. તે 3D મોડલ્સ માટે શિલ્પો, બોડી સુટ્સ અને કોસ્ચ્યુમ પણ બનાવે છે. ટોકોએ આ પ્રવાસ તેની યુટ્યુબ ચેનલ ‘આઈ વોન્ટ ટુ બી એન એનિમલ’ પર પણ શેર કર્યો છે. આ ચેનલના 31 હજારથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તેમજ આ વીડિયોને 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ પણ વાંચો : MYTH: શું કાળું ટીલું લગાવવાથી બાળકોને ખરાબ નજર નથી લાગતી ? જાણો તેની પાછળનું સત્ય