Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

OMG, રાજ્યમાં ધોરણ-10 માં 157 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું…

11:33 AM May 25, 2023 | Dhruv Parmar

ધોરણ-10ના વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. સવારે 7.45 કલાકે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી અને વોટ્સએપ નંબર દ્વારા પોતાનું પરિણામ જાણી શકે છે. ગુજરાત બોર્ડ 10 માં એકંદરે પાસ થવાની ટકાવારી 64.62% રહી છે. બીજા વર્ષે પણ સુરત જિલ્લાના વિદ્યાર્થીઓની પાસ ટકાવારી સૌથી વધુ 76% રહી છે જ્યારે દાહોદનું પરિણામ સૌથી ઓછું 40.75% છે.

157 શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓ નાપાસ

રાજ્યની 272 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. ગુજરાતની 1084 શાળાઓનું પરિણામ 30 ટકાથી ઓછું આવ્યું છે. એવી 157 શાળાઓ છે કે જ્યાં બોર્ડની પરીક્ષા આપનાર એકપણ વિદ્યાર્થી પાસ થયો નથી. બીજી વખત બોર્ડની પરીક્ષામાં આવેલા 165690 વિદ્યાર્થીઓમાંથી માત્ર 27446 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

SSC પરિણામ કેવી રીતે તપાસવું તે અહીં જુઓ

  • સૌ પ્રથમ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ, gseb.org પર જાઓ.
  • હોમ પેજ પર પરિણામ પૃષ્ઠ પર ક્લિક કરો.
  • અહીં, ‘GSEB SSC પરિણામ 2023’ લિંક પર ક્લિક કરો.
  • તમારો સીટ નંબર દાખલ કરો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે, તેને તપાસો અને તેને ડાઉનલોડ કરો અને તેને તમારી પાસે રાખો.

જણાવી દઈએ કે ગુજરાત ધોરણ 10 બોર્ડની પરીક્ષા રાજ્યમાં 14 માર્ચથી 28 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવી હતી. આ વર્ષે લગભગ 8 લાખ વિદ્યાર્થીઓએ GSEB SSC પરીક્ષા આપી છે.

આ પણ વાંચો : ધોરણ 10 નું 64.62 ટકા પરિણામ જાહેર, જાણો પૂરી વિગત