+

Old Sansad Bhavan : જૂનું સંસદ ભવન… બની રહેશે યાદગીરી

નવા સંસદ ભવન (new Parliament House)માં વિશેષ સત્ર સાથે ગૃહની કાર્યવાહી શરૂ થવા જઈ રહી છે. જો કે, સોમવારે (18 સપ્ટેમ્બર) સત્રના પહેલા દિવસે જૂની સંસદ (Old Parliament )માં જ…

નવા સંસદ ભવન (new Parliament House)માં વિશેષ સત્ર સાથે ગૃહની કાર્યવાહી શરૂ થવા જઈ રહી છે. જો કે, સોમવારે (18 સપ્ટેમ્બર) સત્રના પહેલા દિવસે જૂની સંસદ (Old Parliament )માં જ બેઠક યોજાઈ હતી, જેમાં સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા કરવામાં આવશે. 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના અવસર પર નવી સંસદમાં આ કાર્યવાહી શરૂ થશે અને બાકીના ચાર દિવસની કાર્યવાહી અહીં જ ચાલશે. 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ સત્ર બાદ હવે આગળના તમામ સત્રો નવી સંસદમાં યોજાશે, તો જૂની સંસદનું શું થશે? આ સવાલ આ સમયે દરેકના મનમાં હશે. જૂની સંસદ ભવન 18 જાન્યુઆરી, 1927 ના રોજ તૈયાર થયું હતું અને તેની વિદાય 18 સપ્ટેમ્બર, 2023 ના રોજ થઇ છે.

 

Whatsapp share
facebook twitter