Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

OLA Solo : આ મજાક નથી, ડ્રાઈવર વિના ચાલશે આ સ્કૂટર, જુઓ Video

08:52 PM Apr 04, 2024 | Hardik Shah

OLA Solo : આજે ટેકનોલોજી (Technology) ખૂબ જ આગળ વધી ગઇ છે. સમયાંતરે એવા સમાચાર સામે આવ્યા છે કે, ડ્રાઈવરલેસ કાર (Driverless Car) જલ્દી જ રસ્તા પર જોવા મળશે. પણ તાજેતરમાં એક વીડિયો (Video) સામે આવ્યો છે જેમા એક ટૂ-વ્હીલર કોઇ પણ ડ્રાઈવર વિના ચાલતું જોવા મળે છે. તમે ડ્રાઈવરોને બેલેન્સ જાળવીને પૂરપાટ ઝડપે વાહન ચલાવતા જોયા જ હશે, પરંતુ હવે તમે એવું વાહન પણ જોશો કે જેને ચલાવવા માટે ડ્રાઈવરને બેલેન્સ કરવાની જરૂર નથી.

ડ્રાઇવર વિના ચાલતું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ

તમે કદાચ જે વિશે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તે હાલમાં થઇ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં OLA ઈલેક્ટ્રીકે પોતાના સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર આવા સ્કૂટર (Scooter) નો એક વીડિયો શેર કર્યો, જેને જોઈને લોકોને લાગ્યું કે કંપની મજાક કરી રહી છે. પરંતુ એવું ન હતું… OLA એ વીડિયો દ્વારા વિશ્વનું પ્રથમ ઓટોનોમસ ઇલેક્ટ્રિક સ્કૂટર (world’s first autonomous electric scooter) રજૂ કર્યું છે અને તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ફીચર્સ પણ છે. તેનું નામ OLA Sola સ્કૂટર છે. OLA ની આ જાહેરાતે બધાને ચોંકાવી દીધા છે. તેની ખાસ વાત એ છે કે તે પોતાને સંતુલિત કરે છે અને પોતાની મેળે ચાલી શકે છે. AI ટેક્નોલોજી દ્વારા તેને ખૂબ જ સુરક્ષિત અને આરામદાયક બનાવવામાં આવ્યું છે.

નવા OLA Solo માં શું છે ખાસ?

પહેલીવાર OLA Solo ને 1લી એપ્રિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટીઝ કરવામાં આવી હતી. શરૂઆતમાં એવું લાગતું હતું કે કદાચ કંપની એપ્રિલ ફૂલ બનાવી રહી છે, પરંતુ એવું બન્યું નહીં કારણ કે તે વર્કિંગ પ્રોટોટાઇપ હોવાનું બહાર આવ્યું હતું. ભાવિશ અગ્રવાલે આ પોસ્ટ પોતાના X હેન્ડલ પર અપલોડ કરી અને એક પોસ્ટ પણ લખી અને કહ્યું, Ola Solo “ગતિશીલતાના ભવિષ્યની ઝલક” આપે છે અને Ola ની એન્જિનિયરિંગ ટીમ ટુ-વ્હીલર્સમાં સ્વાયત્ત અને સ્વ-સંતુલિત તકનીક પર કામ કરી રહી છે જે ભવિષ્યમાં ઉભરી આવશે. કંપનીનો દાવો છે કે Solo સંપૂર્ણપણે હોમમેડ હશે.

OLA Solo સેલ્ફ બેલેન્સિંગ સ્કૂટર AI થી સજ્જ હશે

સૌથી મહત્વની માહિતી એ છે કે OLA Solo સેલ્ફ બેલેન્સિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)થી સજ્જ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે OLA એ આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં Quickie.AI સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે, જે ઝડપથી નિર્ણય લેવામાં સક્ષમ છે. આ AI ટેકનોલોજી સ્વદેશી રીતે વિકસિત LMAO 9000 ચિપ દ્વારા સંચાલિત છે, જે રસ્તાઓ પર સરળતાથી નેવિગેટ કરવા માટે રીઅલ-ટાઇમ ટ્રાફિક ડેટાનું વિશ્લેષણ કરે છે. તે ઇલેક્ટ્રોસ્નૂઝ ક્વોન્ટમ દ્વારા સક્ષમ ‘બ્રેકિંગ’ સુવિધાથી પણ સજ્જ છે, જે સ્કૂટરને નજીકમાં હાઇપરચાર્જર શોધવામાં અને પોતાને સક્રિય કરવામાં મદદ કરે છે.

20 થી વધુ ભાષાઓને સપોર્ટ કરશે

નવું OLA Solo સ્કૂટર Krutrim voice-enabled AI ટેક્નોલોજીથી સજ્જ હશે અને 22 ભાષાઓને સપોર્ટ કરશે. ઓટોનોમસ કેપિસિટીને વધારવા માટે, JU-ગાર્ડ નામનું એક ઇન-હાઉસ વિકસિત અનુકૂલનશીલ અલ્ગોરિધમ છે, જે આરામદાયક રાઇડ પ્રદાન કરશે અને ખાડાઓ અને સ્પીડ બ્રેકર્સની પણ કાળજી લેશે. તે માનવ મોડ સાથે આવે છે.

આ પણ વાંચો – જે કોઈ કાર નિર્માતા કંપની ન કરી શકી તે Tata Motors એ કરી બતાવ્યું

આ પણ વાંચો – ટેન્શન ફ્રી થઈ જાઓ, હવે આ Gadgets થી રસ્તામાં વાહનને પંચર થશે તો પણ ઘરે પહોંચી જશો