+

Gujarat Titans : ગુજરાત ટાઇટન્સના કેપ્ટનની સત્તાવાર રીતે જાહેરાત, ટીમ સામે છે આ મોટો પડકાર!

IPL 2024 ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. ચેન્નાઈના (Chennai) M. A. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર…

IPL 2024 ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. ચેન્નાઈના (Chennai) M. A. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે થવાની છે. IPL ની તૈયારીમાં તમામ ટીમો જોડાઈ ગઈ છે. મોટાભાગના પ્લેયર પોતપોતાની ટીમો સાથે જોડાઈ ગયા છે. ત્યારે ગુજરાતના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સની (Gujarat Titans) ટીમના 3 મેચ રમાશે, જેને લઇને ગુજરાત ટાઇટન્સના હેડ કોચ, ડિરેક્ટર અને મેન્ટરે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

હેડ કોચ આશિષ નહેરાએ ટીમ અંગે માહિતી આપી

ગુજરાતની ટીમના કેપ્ટનની સત્તાવાર જાહેરાત

IPL-2024ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ IPL ના પ્રથમ તબ્બકામાં ગુજરાત ટાઇટન્સની (Gujarat Titans) ગુજરાતના હોમ ગ્રાઉન્ડ પર 3 મેચ રમાશે. આ પહેલા ગુજરાત ટાઇટન્સના હેડ કોચ આશિષ નહેરા (Ashish Nehra), ગુજરાત ટાઇટન્સના ડિરેક્ટર વિક્રમ સોલંકી (Vikram Solanki) અને ટીમના મેન્ટર ગેરી ક્રિશ્ચન (Gary Christian) દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં આ વખતે ગુજરાતની ટીમના કેપ્ટન શુભમન ગિલની (Shubman Gill) સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે ટીમમાં સામેલ થયેલા નવા ખેલાડી અંગે હેડ કોચ આશિષ નહેરા દ્વારા સારા પરફોર્મન્સ અંગે પણ વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હું કે, ટીમના પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એક સારી ટીમમાં ગયા છે અને ગુજરાત ટાઇટન્સ હાર્દિકની કમી અનુભવશે. પરંતુ, ગુજરાત ટાઇટન્સે હાર્દિકના વિકલ્પ તરીકે મિડલ ઓર્ડર માટે એક સારા ઓલરાઉન્ડરની શોધ શરૂ કરી દીધી છે.

પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રમાશે

જણાવી દઈએ કે, 22 ફેબ્રુઆરીના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024નું (IPL 2024) શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ, IPL ની પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોનીની (MS Dhon) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને વિરાટ કોહલીની (Virat Kohli) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈના M. A. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, પ્રથમ 21 મેચોનું (22 માર્ચથી 7 એપ્રિલ સુધી) શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આજે સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આથી IPL ના બીજા શેડ્યૂલની જાહેરાત પણ હવે જલદી થઈ શકે છે.

 

આ પણ વાંચો – IPL 2024: કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ RCB સાથે જોડાયા

આ પણ વાંચો – MIW Vs RCBW : RCB એ મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પ્લેઓફમાં કરી એન્ટ્રી

આ પણ વાંચો – IPL 2024 Schdule :IPL મેચોનું શિડ્યુઅલ જાહેર, જાણો કોણ કોની સામે ક્યારે ટકરાશે?

 

Whatsapp share
facebook twitter