Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Odisha Train Accident : મૃતકના પરિવારને મમતા સરકાર આપશે મોટી રાહત

09:55 PM Jun 05, 2023 | Hardik Shah

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Benerjee) એ મોટી જાહેરાત કરી છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે, તૃણમૂલ કોંગ્રેસ સરકાર ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારના સભ્યોને સરકારી નોકરી આપશે. આ ઉપરાંત અંગ ગુમાવનારાઓના સ્વજનોને પણ સરકારી નોકરી આપવામાં આવશે.

મૃતકના પરિવારને સરકારી નોકરી આપશે મમતા સરકાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અકસ્માતમાં કેટલાક લોકોએ તેમના હાથ, પગ ગુમાવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. આવા લોકો માટે મમતા બેનર્જીની સરકારે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, અમે તેમના પરિવારના એક સભ્યને ખાસ હોમગાર્ડની નોકરી આપીશું. હું ફરી કટક અને ભુવનેશ્વરની મુલાકાત લઈશ. બુધવારે, અમે ઓડિશા ટ્રેન દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારોને એક્સ-ગ્રેશિયા ચેક અને નોકરીના પત્રો સોંપીશું. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમોએ કહ્યું કે તેમની સરકાર કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર હતા અને અકસ્માતને કારણે માનસિક અને શારીરિક આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે તેમને પણ આર્થિક મદદ કરશે.

ઘાયલ મુસાફરો અને તેમના પરિવારોને શક્ય તમામ મદદ કરવા મમતા સરકાર તૈયાર

મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળના 206 ઘાયલ મુસાફરોને ઓડિશાની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, બંગાળના કેટલાક મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ તેમની સાથે રહેશે. તેઓ બુધવારે પીડિત પરિવારોને એક્સ-ગ્રેટિયા ચેક અને એપોઇન્ટમેન્ટ લેટરનું વિતરણ કરશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ અકસ્માત પર કોઈપણ પ્રકારના રાજકારણમાં પડવા માંગતા નથી અને ઘાયલ મુસાફરો અને તેમના પરિવારોને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે. વળી, રેલ્વે બોર્ડ દ્વારા બાલાસોર ટ્રેન દુર્ઘટનાની CBI તપાસની માંગ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે લોકો સત્ય જાણે. આ સમય સત્યને દબાવવાનો નથી. જણાવી દઈએ કે, કોરોમંડલ એક્સપ્રેસ ગયા શુક્રવારે સાંજે 7 વાગે ઓડિશાના કે બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલ્વે સ્ટેશન પાસે ક્રેશ થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો – Odisha Train Accident : રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન, અકસ્માતની તપાસ CBI કરશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ