Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Odisha Train Accident : જાણો PM મોદીને કોને અને શા માટે કરવો પડ્યો ઘટના સ્થળેથી ફોન

11:11 PM Jun 03, 2023 | Dhruv Parmar

ઓડિશાના બાલાસોરમાં ભીષણ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત થયા છે. આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ પીએમ મોદીએ બચાવ કાર્યની જાણકારી લીધી અને ત્યાં હાજર અધિકારીઓ સાથે વાત કરી હતી.

ઘટના સ્થળેથી પીએમ મોદીએ મંત્રીને લગાવ્યો ફોન

અકસ્માતના સ્થળે પીએમ મોદીએ ચાલી રહેલા રાહત કાર્યની સમીક્ષા કરી અને આ દરમિયાન તેમને એક થઈને કામ કરવા કહ્યું. પીએમ મોદી પણ ઘટનાસ્થળે મોબાઈલ ફોન પર વાત કરતા જોવા મળ્યા હતા. PM એ કેબિનેટ સચિવ અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે ફોન પર સીધી વાત કરી. તેમણે અધિકારીઓને લોકોની સારી સારવાર માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો. પીએમ મોદીએ અધિકારીઓને ઘાયલો અને તેમના પરિવારોને તમામ જરૂરી મદદ આપવાનો આદેશ આપ્યો છે. અકસ્માતનો સંયુક્ત તપાસ અહેવાલ બહાર આવ્યો છે જેમાં આ ભયાનક ઘટના પાછળ સિગ્નલ સંબંધિત ખામી સામે આવી છે.

પીએમ મોદી ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા

ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ પીએમ મોદી બાલાસોરની હોસ્પિટલમાં પહોંચ્યા જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. પીએમ મોદીને પોતાની વચ્ચે જોઈને કેટલાક ઘાયલ મુસાફરો ભાવુક થઈ ગયા અને ત્યાં જ રડવા લાગ્યા. પીએમ મોદીએ હોસ્પિટલમાં દાખલ ઘાયલોને સાંત્વના આપી. તેઓ ત્યાં લાંબો સમય રોકાયા અને ડોક્ટરો પાસેથી ઘાયલોની સારવાર વિશે પણ માહિતી લીધી.

આ પણ વાંચો : ઓડિશા ટ્રેન અકસ્માત બાદ રાજકારણ ગરમાયું, મમતાના દાવા પર અશ્વિની વૈષ્ણવે ઉઠાવ્યો વાંધો, જાણો શું કહ્યું…