Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Odisha Train Accident : ગૌતમ અદાણીની મોટી જાહેરાત, કહ્યું- માતા-પિતા ગુમાવનારા બાળકોને અમે ભણાવીશું

06:43 PM Jun 04, 2023 | Dhruv Parmar

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં કેટલાકે પિતા ગુમાવ્યા તો કેટલાકે પતિ ગુમાવ્યા. કેટલાક પરિવાર સાથે જતા હતા તો કેટલાક પરિવાર માટે કમાતા હતા. ઘણા એવા હતા જેઓ પરિવારમાં એકમાત્ર કમાનાર હતા. પહોંચતા જ ફોન કરીશ અને જલ્દી પૈસા મોકલી આપીશ તેવું વચન આપી ઘરેથી નીકળી ગયેલા હતા. પરંતુ હવે ન તો તેનો હવે ક્યારેય ફોન આવશે, ન પૈસા. હવે મોટો પ્રશ્ન એ છે કે આવા પરિવારનું નિભાવ કેવી રીતે થશે?

અનેક પરિવારો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આ ભયાનક ટ્રેન અકસ્માતે દેશને હચમચાવી દીધો છે. લોકો પોતાના પ્રિયજનોની શોધમાં ઘરે-ઘરે ભટકી રહ્યા છે. બહાનાગા રેલ્વે સ્ટેશન પાસેનું દ્રશ્ય એટલું ભયાનક છે કે તેને જોઈને આત્મા કંપી જાય છે. આ અકસ્માતમાં 200 થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 1175 લોકો ઘાયલ થયા હતા.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મદદનો હાથ લંબાવ્યો

આ અકસ્માતે અનેક પરિવારોને જીવનભરની પીડા આપી છે. ઘા એટલા ઊંડા છે કે તે ક્યારેય રૂઝાઈ શકે નહીં. પરંતુ આ દરમિયાન દેશના મોટા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મદદનો હાથ લંબાવ્યો છે.

આ ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા ગૌતમ અદાણીએ મદદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘અદાણી જૂથ શાળા શિક્ષણની જવાબદારી લેશે જેમણે આ અકસ્માતમાં તેમના માતા-પિતાને ગુમાવ્યા છે’. પીડિતો અને તેમના પરિવારોને શક્તિ પ્રદાન કરવી અને બાળકોને સારી આવતીકાલ આપવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે.

આ પણ વાંચો : બાલાસોર દુર્ઘટના પર પહેલીવાર આવ્યું રેલવેનું નિવેદન, જાણો શું કહ્યું…