+

Odisha Train Accident : 51 કલાક પછી શરૂ કરાયો બાલાસોર ટ્રેક, રેલ્વે મંત્રીએ હાથ જોડ્યા, Video

બાલાસોર ટ્રેન દુર્ઘટનાના 51 કલાક બાદ ટ્રેક ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ટ્રેનોની અવરજવર પણ શરૂ કરવામાં આવી હતી. જ્યારે ટ્રેક ચાલુ થશે ત્યારે રેલ્વે મંત્રીએ હાથ જોડી દીધા હતા.…

બાલાસોર ટ્રેન દુર્ઘટનાના 51 કલાક બાદ ટ્રેક ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ટ્રેનોની અવરજવર પણ શરૂ કરવામાં આવી હતી. જ્યારે ટ્રેક ચાલુ થશે ત્યારે રેલ્વે મંત્રીએ હાથ જોડી દીધા હતા. બીજી તરફ, રેલ્વે મંત્રીએ કહ્યું છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 250 થી વધુ મુસાફરોના મોત થયા છે. 1000થી વધુ લોકો આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. જોકે મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ વચ્ચે ઓડિશા ટ્રેન દુર્ઘટના પર રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું છે કે રેલ્વે બોર્ડે અકસ્માતની તપાસ CBI ને કરવાની ભલામણ કરાઈ છે.

અકસ્માતની તપાસ CBI કરશે

ઓડિશાના બાલાસોરમાં થયેલા અકસ્માત અંગે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બે લાઈનમાં ટ્રેકનું સમારકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રેલ્વે બોર્ડ દ્વારા આ મામલે CBI તપાસની ભલામણ કરવામાં આવી છે. ભુવનેશ્વરમાં રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે મેઈન લાઈનમાં સમારકામનું કામ પૂર્ણ થઈ ગયું છે. વીજળીકરણનું કામ હજુ ચાલુ છે. રેલ્વે ઘાયલો અને મૃતકોના પરિવારના સંપર્કમાં છે. રેલ્વેએ CBI દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી છે. તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને તેને વધુ તપાસ માટે CBI ને સોંપવામાં આવશે. રેલ્વે બોર્ડ દ્વારા આની ભલામણ કરવામાં આવી રહી છે. અગાઉ, અશ્વિની વૈષ્ણવે અહેવાલ આપ્યો હતો કે, અપ-લાઇન ટ્રેક 1645 કલાકે લિંક કરવામાં આવ્યો છે. ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે, ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેન અકસ્માતના સ્થળે રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી

આ ભયાનક અકસ્માત બાદ વડાપ્રધાન મોદી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્વાસ્થ્ય મંત્રી સહિત સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. વડાપ્રધાન મોદીએ આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ પણ વાંચો : ભયાનક Video, બિહારના ભાગલપુરમાં 1750 કરોડ રૂપિયામાં બનેલો પૂલ થોડીક જ ક્ષણમાં ગંગા નદીમાં સમાયો

Whatsapp share
facebook twitter