Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

NZ vs PAK : ન્યુઝીલેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી થયો કોરોના સંક્રમિત

03:00 PM Jan 12, 2024 | Hiren Dave

NZ vs PAK  : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ફરી એકવાર ક્રિકેટમાં દસ્તક આપી છે. 2020 માં લાંબા સમય સુધી ક્રિકેટને રોકનાર કોરોનાએ ફરી એકવાર ક્રિકેટ પર હુમલો કર્યો છે. હાલમાં જ ન્યુઝીલેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનર (MitchellSantner)  કોરોના સંક્રમિત થઈ ગયો છે અને તેના કારણે તે પાકિસ્તાન સામેની પ્રથમ ટી20 રમી શક્યો નથી. ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન  (NZvsPAK)  વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ રહી છે. મિશેલ સેન્ટનર આ મેચમાં નથી રમી રહ્યો. વાસ્તવમાં તે કોરોના પોઝિટિવ (Mitchell Santner Corona) થઈ ગયો છે અને તેથી જ તે પાકિસ્તાન વિરૂદ્ધ પ્રથમ T20 રમી રહ્યો નથી.

 

પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો

NZvsPAK મેચ ઓકલેન્ડમાં રમાઈ રહેલી પ્રથમ T20 માં પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનનો આ નિર્ણય ખોટો સાબિત થતો જોવા મળી રહ્યો છે. પહેલા દિવસે ન્યુઝીલેન્ડે 12 ઓવરમાં બે વિકેટે 119 રન બનાવી લીધા છે. કેન વિલિયમસન અને ડેરીલ મિશેલ રમી રહ્યા છે. આ પહેલા ડેવોન કોનવે શૂન્ય રને આઉટ થયો હતો. જ્યારે ફિન એલને 15 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર અબ્બાસ આફ્રિદી અને લેગ સ્પિનર ​​ઉસામા મીરે પાકિસ્તાન માટે ડેબ્યુ કર્યું છે. અબ્બાસ આફ્રિદીને પણ ડેબ્યૂ મેચમાં એક વિકેટ મળી છે. અબ્બાસે ફિન એલનને આઉટ કર્યો. જોકે, ઉસામા મીરનું ડેબ્યૂ સારું ચાલી રહ્યું નથી.

ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 226 રન બનાવ્યા

ઓકલેન્ડમાં રમાઈ રહેલી પ્રથમ T20માં પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કિવિઝની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 226 રન બનાવ્યા છે. તેમના માટે ડેરેલ મિચેલે 27 બોલમાં 61 રન ફટકાર્યા હતા. જ્યારે કેન વિલિયમ્સને પણ 42 બોલમાં 57 રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે શાહીન આફ્રિદી અને અબ્બાસ આફ્રિદીએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે હેરિસ રોફે 2 શિકાર કર્યા હતા.

બંને ટીમના ખેલાડીઓ

ન્યુઝીલેન્ડ ;ફિન એલન, ડેવોન કોનવે (વિકેટકીપર), કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, એડમ મિલ્ને, મેટ હેનરી, ટિમ સાઉથી, ઈશ સોઢી, બેન સીયર્સ.

પાકિસ્તાન;મોહમ્મદ રિઝવાન, સૈમ અયુબ, બાબર આઝમ, ફખર જમાન, ઈફ્તિખાર અહેમદ, આઝમ ખાન (વિકેટકીપર), આમર જમાલ, ઉસામા મીર, શાહીન આફ્રિદી (કેપ્ટન), અબ્બાસ આફ્રિદી અને હરિસ રઉફ.

 

આ પણ વાંચો- Rohit Sharma : અફઘાનિસ્તાન સામેની મેચ બાદ રોહિતે આ ખેલાડીઓના કર્યા વખાણ, રન આઉટ અંગે કરી વાત