+

ગુજરાતમાં કોરોના કેસનો આંકડો વધ્યો! આજે નોંધાયા આટલા કેસ

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કોરોનાના વિશ્વમાં વધી રહેલા કેસને લઈને ચિંતા કરી રહી છે  ત્યારે ગુજરાતમાં નવા કેસમાં વધારો નોંધાયો છે.રાજ્યમાં આજે નવા 9 કેસ નોંધાયા છે જેમાંના તમામ કેસ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના નોંધાતા અમદાવાદઓ માટે આ ચિંતાજનક સમાચાર કહી શકાય. ત્યારે હાલ રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા  વધીને 33 થઈ છે.  જેમાં તમામ 33 એ 33 દર્દીઓ હાલ સ્ટેબલ સ્થિતિમાં છે. રાજ્યમાં à
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કોરોનાના વિશ્વમાં વધી રહેલા કેસને લઈને ચિંતા કરી રહી છે  ત્યારે ગુજરાતમાં નવા કેસમાં વધારો નોંધાયો છે.રાજ્યમાં આજે નવા 9 કેસ નોંધાયા છે જેમાંના તમામ કેસ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના નોંધાતા અમદાવાદઓ માટે આ ચિંતાજનક સમાચાર કહી શકાય. ત્યારે હાલ રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા  વધીને 33 થઈ છે.  જેમાં તમામ 33 એ 33 દર્દીઓ હાલ સ્ટેબલ સ્થિતિમાં છે. 
રાજ્યમાં આજે 12582 લોકો નું રસીકરણ થયું છે
ત્યારે કોરોના ભય ની વચ્ચે સમગ્ર રાજ્યમાં આજે 12582 લોકો નું રસીકરણ થયું છે.જેમાં અમદાવાદમાં માત્ર 2400 લોકોનું જ રસીકરણ કરવામાં આવ્યું છે સવારથી જ અમદાવાદને લઈને એ સ્થિતિ સામે આવેલી હતી કે અનેક વ્યક્તિઓ ઉપર રસી ઉપલબ્ધ હતી નહીં જેથી અનેક સેન્ટરો ઉપર લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો તો કેટલાક સેન્ટર પર લોકોએ સામાન્ય હોબાળો પણ મચાવ્યો હતો. અમદાવાદમાં એક સાથે નોંધાયેલા નવ કેસોએ AMCને ચિંતામાં મૂકી દીધી છે.
અમદાવાદમાં એક તરફ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી અને બીજી તરફ કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થવાનો છે ત્યારે અહીં આવનારા લોકોએ જ હવે સાવચેતી રાખવાની જરૂર છે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર આગોતરું આયોજન તો કરી જ રહી પરંતુ હવે લોકોએ સાવચેત થવાની જરૂર છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter