Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

NTR On Japan: જાપાનમાં આવેલ ભૂકંપ પર NTR એ પ્રતિક્રિયા આપી

11:51 PM Jan 02, 2024 | Aviraj Bagda

NTR On Japan: 1 જાન્યુઆરીના રોજ આખું વિશ્વ નવા વર્ષની ઉજવણી હર્ષો ઉલ્લાસથી કરી રહ્યું હતું. ત્યારે વિશ્વના એક ખૂણે એક દેશ કુદરતી આફતો સામે નડી રહ્યો હતો. એટલે કે Japan નવા વર્ષના પ્રથમ દિવસે પણ ભૂકંપથી તબાહી જોવા મળી હતી. તેના કારણે Japan માં હાલના સમયગાળામાં અલર્ટ જારી દેવામાં આવ્યું છે. આ દરમિયાન એક અનોખી ઘટના સામે આવી છે.

નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકો વિદેશ પ્રવાસ કરવાનું પસંદ કરતાં હોય છે. ત્યારે આ આદત સાથે સાઉથ સુપરસ્ટાર NTR પણ નવા વર્ષની ઉજવણી કરવા માટે Japan આવ્યા હતાં. પરંતુ જ્યારે આ પરિસ્થિતિ સર્જાણી ત્યારે તેઓ ભારત પરત ફર્યા હતા.

NTR એ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. તેમણે ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ શેર કરીને આ દુર્ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેણે જણાવ્યું કે તે પોતાના પરિવાર સાથે વેકેશન પર Japan ગયો હતો. તેઓ છેલ્લા ઘણા દિવસોથી Japan માં હતા. ભારત જવા નીકળ્યા કે થોડા કલાકો પછી Japan માં જોરદાર ભૂકંપ આવ્યો.

અભિનેતાએ Japan માં થયેલા વિનાશ પર ખેદ વ્યક્ત કર્યો અને Japan ના લોકો માટે ચિંતા વ્યક્ત કરી છે. અભિનેતાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “હું આજે Japan થી ઘરે પાછો આવ્યો છું અને ભૂકંપના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે. મેં છેલ્લું અઠવાડિયું ત્યાં વિતાવ્યું હતું અને ભૂકંપથી પ્રભાવિત થયેલા તમામ લોકો પ્રત્યે મારી સંવેદના છે. જે લોકો આ હોનરતમાં બચી ગયા છે તેમના માટે હું ખુશ છું અને તમામ લોકો માટે રિક્વરીની આશા વ્યક્ત કરું છું.

આ પણ વાંચો: shahrukh-aamir khan : આ બાબતમાં એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે શાહરૂખ અને આમિર ખાન !