Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

NSUIના મહામંત્રી અને કાર્યકરોની દાદાગીરી, વિદ્યાર્થીનું અપહરણ કરી માર મારી આપી ધમકી

08:53 PM Apr 22, 2023 | Vipul Pandya

અમદાવાદમાં વિદ્યાર્થી સંગઠન વચ્ચેનો વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે. છેલ્લાં 3 દિવસથી ગુજરાત યુનિવર્સિટી બોય્સ હોસ્ટેલમાં તોડફોડ અને મારમારી બાદ હવે NSUi ના મહામંત્રી અને કાર્યકર સામે અપહરણ અને મારમારી તેમજ ધમકી આપી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકે નોંધાઈ છે. નવરાત્રિમાં ગેસ્ટ તરીકે ન બોલાવવા મામલે વિદ્યાર્થીને માર મારવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

ગેસ્ટ તરીકે કેમ ન બોલાયા તેમ કહી અપહરણ
ગુજરાત યુનિવર્સિટી છેલ્લાં 3 દિવસથી સતત વિવાદમાં રહી છે જેનું કારણ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ચાલી રહેલુ યુધ્ધ છે. 23મી સપ્ટેમ્બરના રોજ પ્રીત શાહ નામનાં વિદ્યાર્થીએ યુનિવર્સીટી કેમ્પસમાં ગરબાનો પ્રોગ્રામ રાખ્યો હતો, જે કાર્યક્રમમાં NSUI ના મહામંત્રી કૃણાલસિંહ જેતાવતને ગેસ્ટ તરીકે કેમ ન બોલાવ્યો તેમ કહીને NSUI ના બે કાર્યકરોએ તેની સાથે ઝઘડો કર્યો કર્યો હતો જે બાદ પોલીસને બોલાવાતા મામલો થાળે પડ્યો હતો. જોકે બે દિવસ બાદ પ્રીત શાહ મિત્રો સાથે નવરંગપુરામાં જમવા ગયો હતો ત્યારે અનસુલ ભરવાડ અને ધર્મરાજસિંહ વાઘેલા નામનાં બે કાર્યકર તેની પાસે આવીને કૃણાલસિંહ મળવા બોલાવે છે તેમ કહીને ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું.
40 યુવકોના ટોળાએ યુવકને બાંધીને મૂઢ માર માર્યો
4 શખ્સોએ યુવકને ગાડીમાં બેસાડી મારતા મારતા ગુજરાત યુનિવર્સિટી બોય્સ હોસ્ટેલના સી બ્લોક સુધી લઈ ગયા હતા અને ત્યાં પણ માર માર્યો હતો.. જે બાદ NSUI ના મહામંત્રી કૃણાલસિંહ જેતાવત પોતાની સાથે 40 લોકોના ટોળાને લઈને ત્યાં આવ્યો હતો અને પ્રીત શાહના મિત્રોને હાથ બાંધીને માર માર્યો હતો. જે બાદ પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે બાદ પોલીસ આવતા ટોળુ વિખરાઈ ગયુ હતુ. જે બાત વિદ્યાર્થી બે દિવસ કોલેજ ન જતા કૃણાલસિંહ તેને કોલેજમાં શોધતો હતો પરંતુ તે ન મળતા તેને ફોન કરીને ઘરનું એડ્રેસ માંગ્યુ હતું.  જોકે યુવકે સરનામું ન આપતા તેણે ઘરે આવીને પરિવારનો મારવાની ધમકી આપી હતી.

યુનિવર્સિટી અને નવરંગપુરા પોલીસ મથકે નોંધાયા ગુના
મહત્વનું છે કે આ ઘટના સંદર્ભે યુનિવર્સિટી પોલીસ મથકે પણ રાયોટીંગ સહિતની કલમો હેઠળ 6 યુવકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં NSUI ના મહામંત્રી કૃણાલસિંહ જેતાવતે મારમારી અને વાહનોમાં તોડફોડ કરવા મામલે ફરિયાદ નોંધાવતા હાલ તો પોલીસે આ બન્ને ઘટના સંદર્ભે પુરાવાઓ એકત્ર કરી તપાસ શરૂ કરી છે. જેોકે વિદ્યાર્થીનું અપહરણ કરી તેને માર મારી ધમકી આપવા બદલ નવરંગપુરા પોલીસે 9 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ તેજ કરી છે.