Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હવે હેલ્મેટ પહેરજો નહીંતર પોલીસ કરશે કડક કાર્યવાહી

09:41 PM Apr 22, 2023 | Vipul Pandya

  • હવેથી હેલમેટ નહીં પહેરનારા વાહનચાલકોની ખેર નહીં
  • આગામી દિવસોમાં ફરજીયાત હેલમેટનો નિયમ બનશે કડક
  • રાજ્ય સરકાર નવી ટ્રાફિક પોલિસી કરી શકે છે જાહેર
  • શહેરી વિસ્તારોમાં પણ ફરજીયાત હેલમેટ પહેરવા પડશે
  • બોડી વોર્ન કેમેરા સાથે સિગ્નલ પર પોલીસ રહેશે તૈનાત
  • શહેરી વિસ્તારમાં રોંગ સાઈડ ટ્રાફિક પર પણ એક્શન લેવાશે
  • એક સર્વે પ્રમાણે 35 ટકા કેસમાં હેલમેટ ન પહેરવાથી મૃત્યુ
  • રાજ્યનું ગૃહવિભાગ તૈયાર કરી રહ્યું છે નવી ગાઈડલાઈન
રાજ્યમાં હવે હેલમેટ (Helmet) નહીં પહેરનારા વાહન ચાલકો પર સરકારની તવાઇ આવી શકે છે. સરકાર આ મામલે મોટો નિર્ણય લેવા જઇ રહી છે. હવેથી શહેરી વિસ્તારોમાં પણ વાહન ચાલકોને ફરજીયાત હેલમેટ પહેરવાનો કડક નિર્ણય કરાઇ શકે છે. 

રાજ્ય સરકાર નવી ટ્રાફિક પોલિસી જાહેર કરી શકે
રાજ્યમાં ગૃહ વિભાગ હેલ્મેટ પહેરવા અંગે કડક નિર્ણય કરી શકે છે. રાજ્ય સરકાર નવી ટ્રાફિક પોલિસી જાહેર કરવા જઇ રહી છે અને માનવામાં આવે છે કે આ પોલિસી મુજબ રાજ્યમાં શહેરી અને ગ્રામિણ વિસ્તારમાં વાહન ચાલકોએ ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. 
ટ્રાફિક સિગ્નલ પર બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો તૈનાત
સુત્રોએ કહ્યું હતું કે ટ્રાફિક સિગ્નલ પર બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો તૈનાત રહેશે. જે વાહન ચાલકે હેલ્મેટ નહીં પહેર્યું હોય તેની સામે કડક કાર્યવાહી થઇ શકે છે. વાહન ચાલકો વિવિધ પ્રકારના ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરતા નથી અને હવે પછી ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવામાં આવશે.

એક સર્વે પ્રમાણે 35 ટકા કેસમાં હેલમેટ ન પહેરવાથી મૃત્યુ
હવેથી હેલમેટ નહીં પહેરનારા વાહનચાલકોની ખેર નહીં. આગામી દિવસોમાં ફરજીયાત હેલમેટનો નિયમ કડક બનશે.  શહેરી વિસ્તારમાં રોંગ સાઈડ ટ્રાફિક પર પણ એક્શન લેવાશે. ખાસ કરીને  એક સર્વે પ્રમાણે 35 ટકા કેસમાં હેલમેટ ન પહેરવાથી મૃત્યુ થાય છે અને તેથી જ  રાજ્યનું ગૃહવિભાગ તૈયાર નવી ગાઈડલાઈન તૈયાર કરી રહ્યું છે. 
BRTS કોરિડોરમાં પણ વાહન ચલાવવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ 
ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં BRTS કોરિડોરમાં પણ વાહન ચલાવવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને કોરીડોરમાં વાહન ચલાવનારા વાહન ચાલકોના વાહનો ડિટેઇન કરીને દંડ પણ વસુલવામાં આવશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.