+

રેલવેનો મોટો નિર્ણય, હવે ટિકિટ બુકિંગ સમયે યાત્રીઓને મળશે આ મોટી રાહત

ભારતીય રેલવે દ્વારા ટિકિટ બુકિંગના નિયમમાં મોટો અને મહત્વનો ફેરફાર કર્યો છે. જો તમે પણ વારંવાર ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા કામના છે. ભારતીય રેલવેએ હવે ટિકિટ બુક કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમે પહેલા કરતા ઓછા સમયમાં ટિકિટ બુક કરી શકશો. રેલવેના નિર્ણય મુજબ હવે ટિકિટ બુકિંગ વખતે ગંતવ્ય સ્થાનનું સરનામું આપવાનું નહીં રહે.રેલવે મંત્રાલયનો આદેશતમને જણાવી દઈએ
ભારતીય રેલવે દ્વારા ટિકિટ બુકિંગના નિયમમાં મોટો અને મહત્વનો ફેરફાર કર્યો છે. જો તમે પણ વારંવાર ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા કામના છે. ભારતીય રેલવેએ હવે ટિકિટ બુક કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમે પહેલા કરતા ઓછા સમયમાં ટિકિટ બુક કરી શકશો. રેલવેના નિર્ણય મુજબ હવે ટિકિટ બુકિંગ વખતે ગંતવ્ય સ્થાનનું સરનામું આપવાનું નહીં રહે.
રેલવે મંત્રાલયનો આદેશ
તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વે વતી કોરોના મહામારીને કારણે, IRCTC વેબસાઇટ અને એપ્લિકેશન પર ટિકિટ બુક કરાવનારાઓ માટે ગંતવ્ય સ્થળનું પુરું સરનામું દાખલ કરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. હવે કોવિડ-19ના કેસમાં ઘટાડો થવાને કારણે IRCTC મુસાફરોને ગંતવ્ય સ્થળનું સરનામું પૂછશે નહીં. રેલવે મંત્રાલયે આ આદેશ કર્યો છે.
ઘણા નિયમો લાગુ કરયા હતા
જ્યારે કોરોનાના કેસ વધ્યા ત્યારે કોરોના પોઝિટિવ વ્યક્તિને ટ્રેસ કરવામાં મદદ કરવા માટે ગંતવ્ય સરનામું ઉપયોગમાં લેવાતું હતું. કોરોનાના સમયગાળા દરમિયાન સંક્રમણને દૂર કરવા માટે રેલવેએ ઘણા નિયમો લાગુ કર્યા હતા. ત્યારે હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતા અને અને સ્થિતિ સામાન્ય ઇ રહી છે તેથી એક પછી એક નિયમો પાછા ખેંચવામાં આવી રહ્યા છે.
ટિકિટ બુકિંગમાં ઓછો સમય લાગશે
રેલવે મંત્રાલયના આ નિયમને પાછો ખેંચવાથી ટિકિટ બુકિંગ દરમિયાનનો સમય પણ ઘટશે. રેલવે મંત્રાલય દ્વારા તમામ રેલવે ઝોનને ગંતવ્ય સ્થાન વિશે માહિતિ ના લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. CRIS અને IRCTCએ પણ ઓર્ડર મુજબ સોફ્ટવેરમાં ફેરફાર કરવા પડશે. આ પહેલ રેલ્વેએ એસી કોચમાં ઓશીકા-ધાબળા આપવાની સુવિધા શરૂ કરી હતી. હવે વિવિધ ટ્રેનોમાં મુસાફરોને રાત્રે સૂવા માટે ગાદલા અને ધાબળા આપવામાં આવી રહ્યા છે, જેને પણ કોરોના મહામારી દરમિયાન બંધ કરવામાં આવી હતી.
Whatsapp share
facebook twitter