+

હવે બસ PM મોદી જ રોકી શકે છે આ યુદ્ધ, યુક્રેને ભારત સરકાર પાસે માગી મદદ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 11મી દિવસ છે. આંતરરાષ્ટ્રીય દબાણ છતા રશિયા હજુ પણ પીછે હઠ કરવા તૈયાર નથી. ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા યુક્રેને ભારતને અપીલ કરી છે કે તે આ યુદ્ધને રોકવામાં મદદ કરે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને સમજાવે કે જીદ છોડે અને યુદ્ધ ખતમ કરે.યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયન રાષ્ટ્રપતિને મનાવવા અ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 11મી દિવસ છે. આંતરરાષ્ટ્રીય દબાણ છતા રશિયા હજુ પણ પીછે હઠ કરવા તૈયાર નથી. ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા યુક્રેને ભારતને અપીલ કરી છે કે તે આ યુદ્ધને રોકવામાં મદદ કરે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને સમજાવે કે જીદ છોડે અને યુદ્ધ ખતમ કરે.
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયન રાષ્ટ્રપતિને મનાવવા અને તેમની સાથે વાતચીત ચાલુ રાખવાની અપીલ કરી છે. દિમિત્રો કુલેબાએ કહ્યું કે, ભારતમાં રશિયન દૂતાવાસ પર દબાણ કરીને ભારતીય લોકો રશિયાને યુદ્ધ રોકવાની માંગ કરી શકે છે. યુક્રેન ફક્ત એટલા માટે લડી રહ્યું છે કારણ કે અમારા પર હુમલો કરવામાં આવ્યો છે અને અમારે અમારી જમીનની રક્ષા કરવી છે. પુતિન અમારા અસ્તિત્વના અધિકારને ઓળખતા નથી. ભારત સાથે વિશેષ સંબંધો ધરાવતા તમામ દેશો વડા પ્રધાન મોદીને રાષ્ટ્રપતિ પુતિનનો સંપર્ક કરવાનું ચાલુ રાખવા અને તેમને સમજાવે કે આ યુદ્ધ કોઈના હિતમાં નથી. રશિયાના લોકોને પણ આમાં રસ નથી.
તેમણે કહ્યું કે, 30 વર્ષથી યુક્રેન આફ્રિકા, એશિયાના હજારો વિદ્યાર્થીઓ માટે આવકારદાયક ઘર છે. યુક્રેને ટ્રેનોની વ્યવસ્થા કરી છે, હોટલાઈન ગોઠવી છે, દૂતાવાસો સાથે કામ કર્યું છે, યુક્રેનિયન સરકાર તેમની (વિદેશી વિદ્યાર્થીઓ) ચળવળને સરળ બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. યુક્રેનના વિદેશ મંત્રીએ દાવો કર્યો હતો કે, રશિયા યુક્રેનમાં વિદેશી નાગરિકો ધરાવતા દેશોની “સહાનુભૂતિ જીતવાનો” પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, હું ભારત, ચીન અને નાઈજીરિયાની સરકારોને વિનંતી કરું છું કે તેઓ રશિયાને ફાયરિંગ બંધ કરવા અને નાગરિકોને જવા દેવાની અપીલ કરે.
Whatsapp share
facebook twitter