Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Pan Card: હવે, કોઈ સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી Pan Card અરજી માટે

11:57 PM Dec 22, 2023 | Aviraj Bagda

હવે, નાગરિક ઘરે બેઠા Pan Card પ્રોસેસ કરી શકશે

ભારતમાં આધાર કાર્ડની જેમ Pan Card પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પછી ભલે તે બેંક ખાતું ખોલાવાનું હોય કે ટેક્સ ભરવાનું હોય દરેક જગ્યાએ પાન કાર્ડ જરૂરી છે. આપણે Pan Card વગર નાણાકીય વ્યવહારો અને TDS વગેરેમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Pan Card ની અરજી કરવાની સંપૂર્ણ વિગતવાર માહિતી

Pan Card બનાવવા માટે સરકારી ઓફિસમાં દોડવાની જરૂર નથી. હવે, ઘર બેઠા ઓનલાઈન પેમેન્ટ પ્રોસેસ કરીને થોડા દિવસોમાં Pan Card ઘરે આવી જશે. સૌપ્રથમ ગૂગલ પર જાઓ અને પછી Apply For Pan Card લખીને સર્ચ કરો. ત્યાર પછી NSDL ની પહેલી લિંક તમારી સામે દેખાશે. તમારે આ લિંક પર ક્લિક કરવાનું રહેશે. NSDL ની સાઇટ પર ઑનલાઇન અરજી કરો. તે પછી તમારે સ્ક્રીન પર દેખાતું ફોર્મ સંપૂર્ણપણે ભરવું પડશે. અહીં તમને તમારી અંગત માહિતી પૂછવામાં આવશે. ત્યારે બધી વિગતો ભર્યા પછી, નીચે દર્શાવેલ કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ કરો. આ પછી તમારે તમારા આધાર કાર્ડ સાથે સંબંધિત કેટલીક વિગતો શેર કરવી પડશે. આ વિગતો તમને Pan Card બનાવવામાં મદદ કરશે.

આધાર કાર્ડ સાથે સંબંધિત વિગતો આપ્યા પછી, તમારે 106.90 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ ફીમાં GST શામેલ છે. ત્યારે ફી ચૂકવ્યા પછી તમને Pan Card એપ્લિકેશન ભરતી વખતે તમારા દ્વારા આપવામાં આવેલા સરનામે 15 થી 20 દિવસની અંદર પાન કાર્ડ આવી જશે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા એપ ‘X’ માં Elon Musk લાવી રહ્યા છે આ ફીચર! Google અને Apple ની વધી શકે છે મુશ્કેલી