+

હવે આ રાજ્યમાં MBBSનું શિક્ષણ હિન્દી ભાષામાં મળશે

ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે ગુજરાતી (Gujarati) અને  હિન્દી (Hindi) પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓને અંગ્રેજી (English) ભાષા ઘણી મુશ્કેલીમાં મૂકે છે. તબીબી શિક્ષણ (Medical Education)ને લગતા પુસ્તકો મોટાભાગે અંગ્રેજીમાં હોય છે.  જેથી કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાતી અને હિન્દી પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવાને કારણે હતાશ પણ થાય છે. હવે હિન્દી રાજ્યોની સરકારો આ વાત સમજવા લાગી છે. મધ્યપ્રદેશ દેશનું પહેલું રાજ્ય બનશà«
ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે ગુજરાતી (Gujarati) અને  હિન્દી (Hindi) પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓને અંગ્રેજી (English) ભાષા ઘણી મુશ્કેલીમાં મૂકે છે. તબીબી શિક્ષણ (Medical Education)ને લગતા પુસ્તકો મોટાભાગે અંગ્રેજીમાં હોય છે.  જેથી કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાતી અને હિન્દી પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવાને કારણે હતાશ પણ થાય છે. હવે હિન્દી રાજ્યોની સરકારો આ વાત સમજવા લાગી છે. મધ્યપ્રદેશ દેશનું પહેલું રાજ્ય બનશે જ્યાં મેડિકલનો અભ્યાસ હવે હિન્દીમાં પણ થશે. એનાટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રીના પુસ્તકોનો હિન્દીમાં અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. આજે એટલે કે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ  આ પુસ્તકોનું વિમોચન કરશે.  હિન્દીમાં અભ્યાસક્રમ તૈયાર કરવા માટે ભોપાલની ગાંધી મેડિકલ કોલેજમાં હિન્દી વોરરૂમ “મંદાર” તૈયાર કરવામાં આવ્યો હતો.
માતૃભાષામાં મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ
શનિવારે ‘હિન્દીની વ્યાપકતા એક વિમર્શ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ. તેમના સંકલ્પને સાકાર કરવા રાજ્યમાં તબીબી શિક્ષણ હિન્દીમાં કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે 16 ઓક્ટોબરે સાકાર થવા જઈ રહ્યો છે.
આ પહેલ ક્રાંતિ સાબિત થશે
મુખ્યમંત્રી શિવરાજે જણાવ્યું હતું કે દેવનાગરી લિપિમાં સરળ અને લોકપ્રિય અંગ્રેજી શબ્દોનો મહત્તમ ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ માટે તબીબી અને તકનીકી શિક્ષણનો અભ્યાસ સરળ અને આરામદાયક બનશે. આ સાથે, શહેરો અને ગ્રામીણ વિભાગોના વિદ્યાર્થીઓને હિન્દીમાં અભ્યાસ કરીને તબીબી શિક્ષણ મેળવવાની તક મળશે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશની આ પહેલ સામાજિક ક્રાંતિ સાબિત થશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હિન્દીમાં વ્યાવસાયિક શિક્ષણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે. મેડિકલની સાથે એન્જિનિયરિંગ, પોલિટેકનિક, નર્સિંગ અને પેરામેડિકલ શિક્ષણ પણ હિન્દીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
એમબીબીએસ પ્રથમ વર્ષના પુસ્તકો તૈયાર
સીએમ ચૌહાણે માહિતી આપી હતી કે તબીબી શિક્ષણ મંત્રી વિશ્વાસ કૈલાશ સારંગના નેતૃત્વમાં સરકારી મેડિકલ કોલેજના 97 ડોકટરોની ટીમે 4 મહિનાની મહેનત કરીને એમબીબીએસ પ્રથમ વર્ષના એનાટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રીના પુસ્તકો હિન્દીમાં તૈયાર કર્યા છે. હાલમાં બીજા વર્ષના પુસ્તકો પર કામ ચાલી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે હિન્દીમાં પુસ્તકો પણ તબક્કાવાર પીજી વર્ગો માટે તૈયાર કરવામાં આવશે.
Whatsapp share
facebook twitter