Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પોલીસ કમિશનરનું જાહેરનામું, માલધારીઓએ પોતાના ઢોરનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત

10:22 PM Apr 22, 2023 | Vipul Pandya

રાજકોટમાં (Rajkot)માલધારીઓએ પોતાના ઢોરનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. શહેરમા રખડતા ઢોરને લઈને પોલીસ કમિશનરે જાહેરનામુ (Police Commissioner)બહાર પાડ્યુ છે. જે મુજબ માલધારીઓએ પોતાના ઢોરનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મહાનગરપાલિકામાં (RMC)ઢોરનું ફરજિયાત ટેગિંગ અને રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. એટલુ જ નહીં જો કોઈ ઢોર માલિકે તેના ઢોરને અન્ય કોઈને વેચવુ હશે તો સામેવાળા વ્યક્તિના નામ પર ટ્રાન્સફર પણ કરાવવુ પડશે. ઢોરનું મોત થયુ હોય તો મનપાને જાણ કરવાની રહેશે. આ સાથે જ જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થશે. 12 ડિસેમ્બરથી આ જાહેરનામુ અમલી થઈ જશે.
રખડતા ઢોરને લઈને નવુ જાહેરનામુ 12 ડિસેમ્બરથી થશે અમલી
શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ જાહેરનામુ બહાર પાડ્યુ છે. રખડતા ઢોરના ત્રાસના કારણે અનેક વ્યક્તિઓના મોત થયા છે તેમજ અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. જાહેર માર્ગો પર આ રખડતા ઢોરના ત્રાસ દૂર થાય તે માટેનું આ સૌથી મહત્વનું કહી શકાય એ પ્રકારનું જાહેરનામુ પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જેમા કોઈપણ ઢોર માલિકે તેમના ઢોરોનુ મહાનગરપાલિકા ખાતે ફરજિયાત નોંધણી અને ટેગિંગ કરાવવુ પડશે.
જો રજિસ્ટ્રેશન વગરના આવા કોઈ ઢોર પકડાશે તો તેમને તાત્કાલિક ઢોર ડબ્બામાં પૂરવાનો આદેશ આપવામાં આવ્યો છે.જ્યારે પણ ઢોર રસ્તા પર રખડતા જોવા મળે તો તુરંત જ તેમની સામે કાર્યવાહી કરવી હોય તો તેના ટેગિંગ અને રજિસ્ટ્રેશનને આધારે ઢોર માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં થઈ શકે તે માટે આ જાહેરનામું લાવવામાં આવ્યુ છે.
આપણ  વાંચો –