Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Noida Police Arrest Elvish Yadav: યુટ્યુબર એલ્વિશ યાદવને NDPS એક્ટ હેઠળ 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે

11:44 PM Mar 17, 2024 | Aviraj Bagda

Noida Police Arrest Elvish Yadav: YouTuber Elvish Yadav ની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. કારણે કે… તાજેતરમાં નોઈડા પોલીસ દ્વારા YouTuber Elvish Yadav ની ધરપકડ કરવામાં આવી છે.

  • નોઈડા પોલીસે Elvish Yadav ની ધરપકડ કરી
  • ખાનગી જગ્યા પર પૂછપરછ કરી શરૂ
  • અન્ય સામે પણ કેસ કરવામાં આવ્યો

નોઈડા પોલીસે YouTuber Elvish Yadav ની ધરપકડ કાનૂન ઉલ્લંધન બદલ કરી છે. પોલીસે સાપના ઝેર સપ્લાય કેસમાં Elvish Yadav ની પૂછપરછ કરવા માટે ધરપકડ કરી છે. આ દરમિયાન નોઈડા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર હાજર હતા. પોલીસે Elvish Yadav ની પૂરછપરછ કરવા માટે તેને ખાસ સ્થળ પર લઈ ગયા છે.

અન્ય સામે પણ કેસ કરવામાં આવ્યો

નોઈડા પોલીસ દ્વારા Elvish Yadav પર આરોપ લગાવવામાં આવ્યા છે કે, દિલ્હી-એનસીઆરમાં પાર્ટીઓમાં મનોરંજન માટે સાપનું ઝેર સપ્લાઈ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત તેના અન્ય 5 સામે કેસ પણ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં અગાઉ Elvish Yadav ની પણ પૂછપરછ કરી હતી.

આરોપી રાહુલે જણાવ્યું પાર્ટીમાં એલવીશના કામો વિશે

પોલીસે આ કેસમાં ઘણા આરોપીઓની ધરપકડ પણ કરી હતી, જેમાં આરોપીઓએ માહિતી આપી હતી કે Elvish Yadav ની પાર્ટીઓમાં બદરપુરથી સાપ લાવવામાં આવ્યા હતા. એક આરોપી રાહુલે પોલીસને જણાવ્યું છે કે તે રેવ પાર્ટીઓમાં સાપ અને ઝેરની વ્યવસ્થા કરતો હતો. માંગણી મુજબ તે સાપને ચાર્મર, ટ્રેનર અને અન્ય વસ્તુઓ આપતો હતો. તે તેને દિલ્હીના બદરપુર નજીકના એક ગામમાંથી લાવતો હતો, જે સાપના ભક્તોનો ગઢ માનવામાં આવે છે.

રાહુલ પાસેથી મળેલી ડાપરીમાંથી રજ ખુલ્યા

આ કેસમાં આરોપી રાહુલના ઘરેથી એક લાલ ડાયરી મળી આવી હતી જેમાં સંપેરાના નંબર, બુકિંગ અને પાર્ટીમાં હાજર રહેલા લોકોના નામની વિગતો નોંધવામાં આવી હતી. Elvish અને ફાજલપુરિયા વચ્ચેની મુલાકાતની વિગતો પણ ડાયરીમાં નોંધવામાં આવી હતી. ડાયરીમાં એલ્વિશની નોઈડામાં ફિલ્મ સિટી અને છતરપુરમાં ફાર્મ હાઉસ પાર્ટીનો ઉલ્લેખ પણ હતો. આ ડાયરીમાં બોલિવૂડ અને યુટ્યુબ માટે રેવ પાર્ટીમાં મોકલવામાં આવેલા સાપ, ઝેર, સાપના ચાર્મર્સ, ટ્રેનર્સનો ઉલ્લેખ હતો, જેના દરેક પેજ પર પાર્ટીના આયોજકનું નામ, સ્થળ, સમય અને ચુકવણીની વિગતો લખેલી હતી.

પોલીસે એલ્વિશ યાદવ વિરુદ્ધ નોઈડા સેક્ટર 49 માં IPC ની કલમ 284, 289, 120B અને Wild Life Protection Act-1972 ની કલમ 9, 39, 48, 49, 50, 51 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી પાસેથી મળી આવેલ સાપ બેનમને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી મળેલા રિપોર્ટ બાદ NDPS એક્ટની કલમો વધારી દેવામાં આવી છે. છેલ્લા પાંચ મહિનાથી તપાસ કરી રહેલી પોલીસે આ કેસને વધુ મજબૂત બનાવ્યો છે.

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલને ED એ 9 મી વખત મોકલ્યું સમન્સ, વાંચો અહેવાલ

આ પણ વાંચો: લોકપ્રિય ગાયિકા અનુરાધા પૌડવાલ જોડાયા ભાજપમાં; કહ્યું – “અમારા આદર્શો એક જ છે”

આ પણ વાંચો: સિદ્ધુ મુસેવાલાના ઘરમાં ગુંજી કિલકારીઓ, લોકોએ કહ્યું- મુસેવાલાનો થયો બીજો જન્મ