Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નીતીશે EWS પર સુપ્રીમના ચૂકાદાનું કર્યુ સ્વાગત, કહ્યું 50 ટકાથી વધવો જોઇએ ક્વોટા

09:01 AM Apr 28, 2023 | Vipul Pandya

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે અનામતની મર્યાદા 50%થી વધુ વધારવાની વાત કરી છે. તેમણે EWS પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પણ સ્વાગત કર્યું છે. નીતિશ કુમારે કહ્યું છે કે દરેક જાતિના ગરીબોને અનામતનો લાભ મળવો જોઈએ. તેનાથી તેમની આર્થિક સામાજિક સ્થિતિ સુધરશે અને સામાજિક સમરસતા વધશે.
બિહાર સરકાર ગરીબોની સ્થિતિ સુધારવા પર કામ કરી રહી છે 
પટનામાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર જ્ઞાન ભવન પહોંચ્યા હતા. કાર્યક્રમ પછી મીડિયા કર્મચારીઓએ EWS પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે મુખ્યમંત્રીને પ્રશ્ન કર્યો. તેના પર મુખ્યમંત્રીએ કહ્યું કે બિહાર સરકાર ગરીબ લોકોની સ્થિતિ સુધારવા માટે કામ કરી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે શરૂઆતથી જ આ કહેતા આવ્યા છીએ. અને તેથી જ રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે કેન્દ્ર સરકાર પાસે તેની માંગણી કરવામાં આવી ત્યારે રાજ્યને સ્વખર્ચે તે કરાવવાનું કહેવામાં આવ્યું. તેથી અમે તે કરી રહ્યા છીએ.
નીતીશ કુમારે કહ્યું દરેક વર્ગ અને દરેક જાતિમાં છે ગરીબ લોકો 
નીતિશ કુમારે EWS હેઠળ ઉચ્ચ જાતિના ગરીબ પરિવારો માટે 10% અનામતના નિર્ણયનું સ્વાગત કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે દરેક વર્ગ અને દરેક જાતિમાં ગરીબ લોકો છે. તેમને જરૂરી મદદ પૂરી પાડવાનું કામ સરકારનું છે. આ કામ બિહારમાં થઈ રહ્યું છે. બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. તેનો દેશભરમાં અમલ થવો જોઈએ.નીતીશ કુમારે કહ્યું કે જો આરક્ષણનો વ્યાપ 50%થી  વધારવામાં આવે તો તે સારું રહેશે.આનાથી વધુને વધુ લોકોને અનામતના દાયરામાં લઇ શકાશે 
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.