+

NIDJAM 2024 Update: Nidjam 2024 માં ગુજરાતની બોલબાલા, નડિયાદના ધૈર્ય ભંડેરીએ મેળવ્યો ગોલ્ડ

NIDJAM 2024 Update: NIDJAM 2024 નું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું હતું. આ વર્ષે NIDJAM નું ઐતિહાસિક રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ઘણા ખેલાડીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતમાં આયોજિત…

NIDJAM 2024 Update: NIDJAM 2024 નું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું હતું. આ વર્ષે NIDJAM નું ઐતિહાસિક રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ઘણા ખેલાડીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતમાં આયોજિત આ ઇવેન્ટમાં 616 જિલ્લાના 5500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

  • સૌથી વધારે મેડલ નડીયાદના ખેલાડીઓએ મેળવ્યા
  • ધૈર્ય ભંડેરી ૩ વર્ષથી તે નડિયાદમાં ટ્રેનીંગ લઇ રહ્યો
  • ગુજરાત ફર્સ્ટે ધૈર્ય ભંડેરી સાથે વાતચીત કરી
  • ધૈર્યના કોચે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી

સૌથી વધારે મેડલ નડીયાદના ખેલાડીઓએ મેળવ્યા

આ ઐતિહાસિક ઇવેન્ટમાં ગુજરાતના દરેક જીલ્લામાંથી ખેલાડી (Sports) ઓએ ભાગ લીધો હતો. અહીં ઘણા એવા ખેલાડીઓ (Sports) એ અનેક રમતોમાં ગુજરાતના રમતવીરો (Gujarat Sports) એ મેડલ મેળવ્યા છે. ગુજરાતના રમતવીરોએ જે મેડલ મેળવ્યા તેમાં સૌથી વધારે મેડલ ગુજરાતના ખેડા (Kheda) જીલ્લામાં આવેલ નડીયાદ સ્પોર્ટ્સ એકેડેમી (Nadiyad Sports Academy) માં ટ્રેનીંગ લઈ રહેલા ખેલાડીઓ હતા.

ધૈર્ય ભંડેરી ૩ વર્ષથી તે નડિયાદમાં ટ્રેનીંગ લઇ રહ્યો

આમાં જ એક નામ ધૈર્ય ભંડેરીનું છે. ધૈર્ય ભંડેરી ગુજરાતના રાજકોટ (Rajkot) નો છે. તે હાલ નડીયાદ સ્પોર્ટ્સ એકેડેમી (Nadiyad Sports Academy) ખાતે તાલીમ લઇ રહ્યો છે. છેલ્લા ૩ વર્ષથી તે નડિયાદમાં ટ્રેનીંગ (Traning) લઇ રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ટીમ દ્વારા આ રમત વીર ધૈર્ય ભંડેરી અને તેના કોચ સાથે વાત કરવામાં આવી હતી.

ગુજરાત ફર્સ્ટે ધૈર્ય ભંડેરી સાથે વાતચીત કરી

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની ખાસ વાતચીતમાં તેઓએ કહ્યું કે, ગુજરાતમાં આ વર્ષે જયારે NIDJAM 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. તેનાથી તેઓ ખુબના જ ગર્વ અનુભવી રહ્યા છે. ગુજરાત (Gujarat) માં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેના માટે તે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીનો ખુબ આભાર માન્યો છે.

ધૈર્યના કોચે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની વાતચીતમાં ધૈર્યના કોચે જણાવ્યું કે ધૈર્ય તેમની પાસે છેલ્લા ૩ વર્ષથી કોચિંગ લઇ રહ્યો છે. આ દરમિયાન ધૈર્ય ખુબા જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. ધૈર્ય ગુજરાતમાં સૌથી નાની વયનો ખેલાડી છે. જેણે આટલી નાની વયમાં ખુબ સારું પ્રદર્શન કર્યું છે. ઘણા બધા કોચ પણ ધૈર્યની ફીટનેશ વિષે કહે છે કે ધૈર્ય ખુબ જ સારું પ્રદર્શન કરે છે. જો આમ જ ધૈર્યને ટ્રેનીંગ મળતી રહે તો આવી જ રીતે ઉત્સાહપૂર્વક આગળ વધી શકશે.

અહેવાલ મૈત્રી મકવાણા

આ પણ વાંચો: Dance Program: અમદાવાદમાં આરંગેત્રમ મહોત્સવનું આયોજન, 3 કન્યાઓએ શાનદાર નૃત્યકલાનું કર્યું પ્રદર્શન

Whatsapp share
facebook twitter