Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આતંકવાદ ફેલાવનારાઓની હવે ખેર નહીં, jammu-kashmir માં NIA ની મોટી કાર્યવાહી

02:27 PM Oct 05, 2024 |
  1. ટેરર ફંડિંગને લઈને NIA ની મોટી કાર્યવાહી
  2. jammu-kashmir અને મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાં દરોડા
  3. દરોડા દરમિયાન મહારાષ્ટ્રથી બે લોકોની કરી અટકાયત

NIA એ દેશમાં5 રાજ્યોમાં 22 સ્થળો પર ટેરર ફંડિંગને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે, કહેવાય છે કે જમ્મુ-કાશ્મીર (jammu-kashmir) અને મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. NIA એ એક સાથે લગભગ 22 સ્થળો પર દરોડા પાડ્યા છે અને ટેરર ફંડિંગને લઈને મોટી કાર્યવાહી કરી રહી છે, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા મામલામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

કેટલાક લોકોની અટકાયત…

તે જ સમયે, NIA એ મહારાષ્ટ્રમાં દરોડા પાડી રહી છે, મહારાષ્ટ્રના જાલનામાંથી બે લોકોની અટકાયત કરવામાં આવી છે, એક ઔરંગાબાદમાંથી, એક માલેગાંવથી, આ બધા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. સંભાજીનગર, જાલના અને માલેગાંવ નજીક દરોડા દરમિયાન કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. શનિવારે વહેલી સવારે NIA ની અલગ-અલગ ટીમોએ અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : Haryana માં ભાજપ-કોંગ્રેસ આમને સામને, CM બનવાની લાગી હોડ…

જાલનામાં સવારે 4 વાગ્યાથી ઓપરેશન શરૂ…

NIA અને એન્ટી ટેરરિઝમ સ્કવોડે સવારે 4 વાગ્યાથી જ જાલનામાં ઓપરેશન શરૂ કર્યું હતું, શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ જાલના ઉપરાંત છત્રપતિ સંભાજીનગર, માલેગાંવમાં પણ ચાલી રહી છે.

આ પણ વાંચો : Mumbai : NCP-અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની ક્રૂર હત્યા, હત્યારો ફરાર