Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પુતિન સામે વિદ્રોહ કરનાર વેગનર ચીફ પ્રિગોઝિનના મોતની ખબર, શું વિદ્રોહની મળી સજા ?

08:06 AM Aug 24, 2023 | Vishal Dave

રશિયા સામે નિષ્ફળ વિદ્રોહનું નેતૃત્વ કરનાર વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિનનું વિમાન દુર્ઘટનામાં મોત થયું છે. આ વિમાનમાં 3 ક્રૂ મેમ્બર સહિત 10 લોકો હતા. રશિયાના ઈમરજન્સી મિનિસ્ટરે અકસ્માતની પુષ્ટિ કરી છે. રશિયન અધિકારીઓએ જણાવ્યું કે પ્રિગોઝિન વિમાનમાં સવાર હતો. અહેવાલો અનુસાર, પ્લેને મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ માટે ઉડાન ભરી હતી.. જો કે, તેણે આગળ કહ્યું ન હતું કે તે વેગનરની સેનાના વડા જ પ્રિગોઝિન હતા. રુસ-યુક્રેન યુદ્ધમાં વેગનરની સેના રશિયાની તરફેણમાં લડી રહી હતી, પરંતુ જૂનમાં વેગનર ચીફે રશિયા સામે બળવો કર્યો.

પ્રિગોઝિન થોડા દિવસો પહેલા જ વિશ્વ સમક્ષ હાજર થયો હતો. પછી તેણે ટેલિગ્રામ પર એક નાનો વિડિયો બહાર પાડ્યો. રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો આફ્રિકામાં બનાવવામાં આવ્યો હતો. તે આર્મી યુનિફોર્મમાં રણમાં જોવા મળ્યો હતો. ત્યાં તેના હાથમાં રાઈફલ હતી. નજીકમાં એક પીકઅપ ટ્રક દેખાઈ રહી હતી. જુલાઈમાં, પ્રિગોઝિને કહ્યું હતું કે તે આફ્રિકામાં તે હવે આફ્રિકામાં વધુ સમય ગાળશે. જૂનમાં, તેણે રશિયા સામે બળવો શરૂ કર્યો, જે 24 કલાકની અંદર દબાવી દેવામાં આવ્યો.

રોકેટ હુમલો?
વેગનર સાથે જોડાયેલી ટેલિગ્રામ ચેનલ ધ ગ્રે ઝોને જણાવ્યું હતું કે એમ્બ્રેર પ્લેનને મોસ્કોની ઉત્તરે આવેલા ટાવર વિસ્તારમાં હવાઈ સંરક્ષણ દળોએ તોડી પાડ્યું હતું, . ગ્રે ઝોને જણાવ્યું હતું કે ક્રેશ પહેલાં સ્થાનિક લોકોએ બે ધડાકા સાંભળ્યા હતા અને હવામાં ધુમાડાના બે પ્લુમ જોયા હતા. ન્યૂઝ એજન્સી તાસના રિપોર્ટ અનુસાર પ્લેન જમીન પર પડતાની સાથે જ આગ ફાટી નીકળી હતી. અત્યાર સુધી માત્ર ચાર જ મૃતદેહ મળી આવ્યા છે.

રશિયા સામે બળવો કર્યો
23-24 જૂનના રોજ, પ્રિગોઝિને રશિયા સામે બળવો શરૂ કર્યો. આ દરમિયાન તેણે વેગનર આર્મી દ્વારા રશિયાના દક્ષિણી શહેર રોસ્તોવ અને ડોન પર કબજો કરી લીધો હતો. આ સિવાય તેણે જાહેરાત કરી હતી કે તે 25,000 સૈનિકો સાથે મોસ્કો આવી રહ્યો છે. રશિયન લશ્કરી કમાન્ડરો સાથેના મતભેદોથી બળવો થયો હતો. જો કે, આ બળવો 24 કલાકથી ઓછા સમયમાં સમાપ્ત થઈ ગયો હતો. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ બળવોનો અંત લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.