+

ન્યૂઝીલેન્ડે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, છેલ્લી ઓવરમાં બનાવ્યા આટલા રન

વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં લક્ષ્યનો પીછો કરતી વખતે છેલ્લી ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ હવે ન્યૂઝીલેન્ડના નામે નોંધાઈ ગયો છે. ન્યૂઝીલેન્ડે આયર્લેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીની પ્રથમ મેચ એક વિકેટથી જીતી લીધી છે. 49 ઓવરમાં 301 રનનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે 281 રનમાં નવ વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડને જીતવા માટે છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી અàª

વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં લક્ષ્યનો
પીછો કરતી વખતે છેલ્લી ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ હવે
ન્યૂઝીલેન્ડના નામે નોંધાઈ ગયો છે. ન્યૂઝીલેન્ડે આયર્લેન્ડ સામેની ત્રણ મેચની
વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીની પ્રથમ મેચ એક વિકેટથી જીતી લીધી છે. 49 ઓવરમાં 301 રનનો
પીછો કરતા ન્યૂઝીલેન્ડે 281 રનમાં નવ વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડને જીતવા
માટે છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી અને લોકી ફર્ગ્યુસન
, માઈકલ બ્રેસવેલ ક્રીઝ પર હતા.

આયર્લેન્ડ માટે ક્રેગ યંગ છેલ્લી ઓવર
નાખવા આવ્યો હતો અને તેની સામે બ્રેસવેલ 103 રન બનાવીને રમી રહ્યો હતો. બ્રેસવેલે
પાંચ બોલમાં મેચ સમાપ્ત કરી દીધી. બ્રેસવેલે પહેલા બે બોલ પર ચોગ્ગા
, પછી સિક્સર, પછી ફોર અને પછી સિક્સર ફટકારીને
ન્યૂઝીલેન્ડને જીત અપાવી હતી. આ રીતે ન્યૂઝીલેન્ડ તરફથી છેલ્લી ઓવરમાં 24 રન થયા
હતા. બ્રેસવેલ 82 બોલમાં 127 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો.


આ પહેલા વન ડે ઈન્ટરનેશનલમાં વર્લ્ડ
રેકોર્ડ ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનના નામે નોંધાયેલો હતો. એક-એક વખત લક્ષ્યનો પીછો
કરતા બંનેએ છેલ્લી ઓવરમાં 20-20 રન બનાવ્યા હતા. સીરિઝની બીજી મેચ 12 જુલાઈએ
રમાવાની છે.

Tags : ,ન્યૂઝીલેન્ડે,વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં,ન્યૂઝીલેન્ડના,આયર્લેન્ડ,વન-ડે ઈન્ટરનેશનલ,ન્યૂઝીલેન્ડને
Whatsapp share
facebook twitter