Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરતની વાવ્યાં ખાડીમાં નવા નીર આવ્યા, ખાડી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ

03:58 PM Jul 01, 2023 | Vishal Dave

અહેવાલઃ ઉદય જાદવ, સુરત

સતત વરસાદને પગલે સુરતના માંડવીના મુજલાવ ગામેથી પસાર થતી વાવ્યાં ખાડીમાં નવા નીર આવ્યા છે. પાણીની મોટાપાયે આવક થતાં વાવ્યા ખાડી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહારને અસર પહોચી હતી. મહત્વપૂર્ણ છે કે રાજ્યભરમાં સારા વરસાદની સાથે સુરત જિલ્લામાં પણ મેઘ મહેર થઇ રહી છે.

છેલ્લા ૪ દિવસથી ભારે વરસાદ રહેતા નદીઓમાં નવા નીર આવ્યા છે. આજે પણ સુરત જિલ્લામાં વરસાદી મોહાલ છે, ત્યારે માંડવીના મુજલાવ ગામેથી પસાર થતી વાવ્યાં ખાડીમાં નવા નીર આવ્યા છે. ભારે પાણી ની આવક થતાં વાવ્યા ખાડી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. વાવ્યા ખાડીમાં પાણીની આવક થતાં બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા હતા. બ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ થયો હતો. બ્રિજ બંધ થતાં મૂજલાવ, ઉસ્કેર સહિત ૧૦ જેટલા ગામોને અસર થઇ હતી,તેમજ બારડોલી અને માંડવી તાલુકાનો પણ સીધો સંપર્ક તૂટ્યો છે.

મહત્વનું છે કે સુરત જિલ્લામાં આજે પણ મેઘ મહેર જોવા મળી હતી આજે ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, માંડવી, કામરેજ, ચોર્યાસી, પલસાણા, બારડોલી અને મહુવામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના જળાશયો ફરી જીવંત થયા છે અને મોટી માત્રામાં પાણીની આવક થઇ છે.