+

Gondal માર્કેટ યાર્ડમાં સિઝનના નવા ધાણાની આવકનો આજથી પ્રારંભ

Gondal : ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ(Gondal )માર્કેટ યાર્ડમાં સિઝનના નવા ધાણાની આવકનો આજથી પ્રારંભ થયો છે.સૌરાષ્ટ્રભરમાં ધાણાનું પીઠુ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સામાન્ય રીતે નવા ધાણાની આવક જાન્યુઆરીના અંતમાં…
Gondal : ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ(Gondal )માર્કેટ યાર્ડમાં સિઝનના નવા ધાણાની આવકનો આજથી પ્રારંભ થયો છે.સૌરાષ્ટ્રભરમાં ધાણાનું પીઠુ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સામાન્ય રીતે નવા ધાણાની આવક જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જોવા મળતી હોય છે. Gondal માર્કેટ યાર્ડમાં નવા ધાણાની આવક શરૂ થતા જ વેપારીઓ,ખેડૂતોએ નવા ધાણાની હરાજી શ્રીફળ વધરીને મીઠા મોઢા કરીને કરી હતી.આ સાથે જ નવા ધાણાના મુહૂર્તના ભાવ રેકોર્ડ બ્રેક બોલાયા હતા
સૌરાષ્ટ્રભરમાંથી વધુ પડતા ખેડૂતો ધાણાનું વહેંચાણ
Gondal માર્કેટ યાર્ડ ધાણાની સિઝનમાં દર વર્ષે ધાણાની ભરચક આવક સાથે ધાણાથી ઉભરાતું જોવા મળતું હોય છે. સૌરાષ્ટ્રભર માંથી વધુ પડતા ખેડૂતો ધાણાનું વહેંચાણ કરવા માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા હોય છે.આ વર્ષે નવા ધાણાની સિઝનનો પ્રારંભ થાય તે પહેલા ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રથમ વખત જસદણના સાણથલી ગામન ખેડૂત વિજયભાઈ વેકરિયા નવા ધાણા 5 થી 6 મણ લઈ આવી પોહચ્યા હતા. યાર્ડમાં નવા ધાણાની આવક થતા જ આજે ધાણાની મુહૂર્તની હરાજી શ્રીફળ વધેરીને વેપારી, ખેડૂતોના મીઠા મોઢા કરાવીને કરવામાં આવી હતી. શુકનની હરાજીમાં નવા ધાણાના 20 કિલોના રેકોર્ડ બ્રેક ભાવ રૂપિયા 36001/- બોલાયા હતા. જેમને લઈને ખેડૂતો વેપારીઓ સહિતના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.
માર્કેટ યાર્ડ ધાણાથી ઉભરાઈ જતું જોવા મળતું હોય છે
ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની સિઝન દરમિયાન લાખો ગુણીની ધાણાની આવક થતી જોવા મળતી હોય છે. આ સાથે યાર્ડ બહાર ધાણા ભરેલ વાહનોની કતારો જોવા મળ્યાની સાથે માર્કેટ યાર્ડ ધાણાથી ઉભરાઈ જતું જોવા મળતું હોય છે.ત્યારે આ વર્ષે યાર્ડમાં નવા ધાણાની આવક આગામી દિવસોમાં કેવી જોવા મળશે અને ખેડૂતોને કેવા ધાણાના પોષણક્ષમ ભાવો મળશે એ જોવાનું રહ્યું…
સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ઉમટી પડે છે
યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા ની પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોય છે તેને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણા નું હબ ગણવામાં આવે છે અને અહીં સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી જેમકે રાજકોટ, જુનાગઢ, પોરબંદર, જામનગર, ભાવનગર, અમરેલી સહિતના જીલ્લાઓ માંથી આગામી દિવસોમાં ખેડૂતો ધાણા ની જણસી લઈને અહીં ઉમટી પડે છે અને આગામી દિવસોમાં ધાણા ની આવક હજુ વધશે તેવી શકયતા જોવા મળી રહી છે.
અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ 
Whatsapp share
facebook twitter