Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Hyundai Creta નું નવું Facelift વર્ઝન જલ્દી જ થશે લોન્ચ, જાણો શું હશે ફેરફાર

12:08 AM Jan 06, 2024 | Hardik Shah

SUV કારની જો વાત કરીએ તો તાજેતરમાં Hyundai Creta નું વેચાણ સતત વધી રહ્યું છે. ગત વર્ષે 1,55,000 એકમોનું વેચાણ કર્યું છે. વેચાણમાં, તેણે હોન્ડા એલિવેટ (Honda Elevate), કિયા સેલ્ટોસ (Kia Seltos), સ્કોડા કુશક (Skoda Kush) અને ફોક્સવેગન તાઈગુન (Volkswagen Taigun) જેવા તેના હરીફોને પાછળ છોડી દીધા છે. જણાવી દઇએ કે, Hyundai તેની લોકપ્રિય અને સૌથી વધુ વેચાતી SUV Cretaનું ફેસલિફ્ટ મોડલ 16 જાન્યુઆરીએ લોન્ચ કરશે.

Source : Google

SUVનું ફેસલિફ્ટ વર્ઝન જલ્દી જ થશે લોન્ચ

લોકો Hyundai Creta ની રોડ પ્રેઝન્સ અને સેફ્ટી ફીચર્સના દિવાના છે. હવે કંપની આ SUVનું ફેસલિફ્ટ વર્ઝન આ મહિને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જણાવી દઈએ કે દક્ષિણ કોરિયાની કાર ઉત્પાદક હ્યુન્ડાઈ મોટર કંપની (Hyundai Motor Company) 16 જાન્યુઆરીએ ભારતીય બજારમાં 2024 Creta લોન્ચ કરવા જઈ રહી છે. લોન્ચ કરતા પહેલા, કંપનીએ નવી Creta સંબંધિત ઘણા અપડેટ્સ બહાર પાડ્યા છે. હવે તેના સેફ્ટી ફીચર્સ (Safety Features) વિશે જાણકારી સામે આવી છે. આવનારી Hyundai Creta 70 થી વધુ સુરક્ષા સુવિધાઓથી સજ્જ હશે. કંપનીએ તેનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. તમે આ કારને 25000 રૂપિયાના ટોકન મની સાથે બુક કરાવી શકો છો.

Source : Google

25 હજારની ચોકન આપી કરાવી શકશે બુક

Hyundai તેની લોકપ્રિય અને સૌથી વધુ વેચાતી SUV Cretaનું ફેસલિફ્ટ મોડલ 16 જાન્યુઆરીએ લોન્ચ કરશે. કંપનીએ તેનું બુકિંગ શરૂ કરી દીધું છે. આ ફેસલિફ્ટ મોડલ ખરીદનારા ગ્રાહકો 25 હજાર રૂપિયાની ટોકન રકમ ચૂકવીને તેને બુક કરી શકે છે. કંપનીએ કહ્યું છે કે જે ગ્રાહકોએ જૂના મોડલને બુક કરાવ્યું છે તેઓ તેને ફેસલિફ્ટ મોડલથી અપગ્રેડ કરી શકે છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા (Hyundai Motor India) ના સીઓઓ તરુણ ગર્ગે કહ્યું કે તેમની પાસે 2023ના અંત સુધી ઓર્ડર પેન્ડિંગ છે. જેના કારણે ગ્રાહકોને ડિલિવરી માટે થોડો સમય રાહ જોવી પડે છે. જોકે અહીં જણાવી દઇએ કે જેઓ નવી ક્રેટા બુક કરાવે છે તેમણે ડિલિવરી માટે વધુ રાહ જોવી પડશે નહીં, માત્ર જાન્યુઆરીના અંત સુધી.

Source : Google

નવી ક્રેટાના ફીચર

નવી ક્રેટામાં ફીચરને અપડેટ કરવામાં આવશે. રિફ્રેશ કરાયેલી ક્રેટાને વર્ના પર જોવામાં આવેલું નવું 160hp, 1.5-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન પણ મળશે, જેમાં 1.5-લિટર પેટ્રોલ અને ડીઝલ એન્જિન પહેલેથી જ ઉપલબ્ધ છે. Creta ફેસલિફ્ટની કિંમતો વર્તમાન મોડલની રૂ. 10.87 લાખ- રૂ. 19.2 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) કિંમત શ્રેણીથી વધવાની ધારણા છે.

આ પણ વાંચો – Tesla 2024 માં ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખોલવા માંગે છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ