Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેનમાં ભારતીય એમ્બેસીની નવી એડ્વાઇઝરી: રેલવે સ્ટેશન પર પહોંચો, શાંત રહો અને આક્રમક ના બનો

10:02 AM Apr 21, 2023 | Vipul Pandya

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અત્યારે હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનના વિવિધ શહેરોમાં ફસાયેલા છે. જેઓ સતત ભારત સરકાર અને યુક્રેનમાં રહેલી ભારતીય એમ્બેસીને મદદ માટે અને ત્યાંથી બહાર કાઢવા માટેની અપીલ કરી રહ્યા છે.  તો આ તરફ કેન્દ્ર સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા આ તમામ નાગરિકોને સુરક્ષિત ભારત લાવવા માટે ‘ઓપરેશ ગંગા’નામથી અભિયાન પણ શરુ કર્યુ છે. જે અંતર્ગત 1100 કરતા પણ વધારે લોકોને ભારત લાવવામાં આવ્યા છે. 
જો કે આમ છતા હજુ પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે. ખાસ કરીને ગઇકાલથી સોશિયલ મીડિયામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે મારપીટના જે વીડિયો વાયરલ થયા છે, ત્યારબાદથી તેમની સુરક્ષાની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ભઆરતમાં રહેલા આ વિદ્યાર્થીઓના વાલીો વધારે ચિંતામાં મુકાયા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે યુક્રેનમાં રહેલા ભારતીય દૂતાવાસ દ્વારા ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને લોકો માટે નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

ભારતીય દૂતાવાસ દ્વારા જે નવી એડ્વાઇઝરી જાહેર કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે કીવમાંથી હવે વિકેન્ડ કર્ફ્યુને દૂર કરવામાં આવ્યો છે. જેથી તમામ વિદ્યાર્થીઓને રેલવે સ્ટેશન પહોંચવા માટેનો નિર્દેશ છે. જ્યાંથી સ્પેશિયલ  ટ્રેન વડે તેઓ યુક્રેનના પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચી શકશે. સાથે જ દરેક વિદ્યાર્થી તથા નાગરિકોને ધીરજ રાખવા અને શાંત તથા સાથે રહેવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. 
ભારતીય દૂતાવાસે કહ્યું કે રેલવે સ્ટેશન પર ભીડ હશે, જેથી તમામ લોકો ધીરજ રાખે અને આક્રમક ના બને. એવી પણ શક્યતા છે કે ટ્રેન લેટ હશે અથવા તો કેન્સલ પણ થઇ શકે છે. તમને લાંબી કતારો પણ મળશે, આ તમામ સ્થિતિમાં શાંત રહેવાનું છે અને ધીરજ રાખવાની છે. આ સિવાય દરેક લોકોને સાથે પાસપોર્ટ, જરરી પૈસા, ખોરાક અને ગરમ કપડા રાખવાની સલાહ છે. ઉપરાંત જરુરિયાતનો જ સામાન સાથે રાખવો, જેથી પ્રવાસમાં સરળતા રહે. 
સાથે જ કહેવામાં આવ્યું છે કે આ કપરા સમયમાં યુક્રેનના અધિકારીઓ અને નાગરિકો દ્વારા ભારતીયોની ઘણી મદદ કરવામાં આવી રહી છે. જેથી તે તમામ લોકો પ્રત્યે આદર રાખવો જોઇએ. ઉલ્લેખનીય છે કે ગઇકાલે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે મારપીટના સમાચારો આવ્યા હતા. ત્યારબાદ આજે ભારતીય એમ્બેસી દ્વારા આ પ્રકારના નિર્દેશો આપવામાં આવ્યા છે.