+

ઘરમાં આ જગ્યા પર ક્યારેય ન રાખવી સાવરણી , નહીં તો લક્ષ્મીજી થશે નારાજ

સામાન્ય રીતે આપણા ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુની માનવ  જીવન પર તેની અસર  પડતી હોય છે. તેમાં ઘણી અસરો સકારાત્મક અથવા નકારાત્મક કંઈપણ હોઈ શકે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં મા લક્ષ્મીનો વાસ રહે અને ઘર સંપત્તિથી ભરપૂર રહે. પરંતુ ઘણી વખત વ્યક્તિ દરેક વસ્તુનું ધ્યાન રાખવા છતાં તે ઇચ્છે છે તે પ્રાપ્ત કરી શકતો નથી.ત્યારે વાસ્તુમાં સાવરણી પર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો છે. ઘરમàª
સામાન્ય રીતે આપણા ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુની માનવ  જીવન પર તેની અસર  પડતી હોય છે. તેમાં ઘણી અસરો સકારાત્મક અથવા નકારાત્મક કંઈપણ હોઈ શકે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં મા લક્ષ્મીનો વાસ રહે અને ઘર સંપત્તિથી ભરપૂર રહે. પરંતુ ઘણી વખત વ્યક્તિ દરેક વસ્તુનું ધ્યાન રાખવા છતાં તે ઇચ્છે છે તે પ્રાપ્ત કરી શકતો નથી.
ત્યારે વાસ્તુમાં સાવરણી પર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો છે. ઘરમાં સાવરણીને લઈને કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન ન કરે તો મા લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે. તેમજ વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડે છે.  તો ચાલો જાણીએ આવા જ કેટલાક નિયમો વિશે.
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાવરણીને ક્યારેય ઉભી ન રાખવી.એવું માનવામાં આવે છે કે ઉભી સાવરણી ખરાબ નસીબનું કારણ બને છે. તેથી સાવરણી હંમેશા નીચે જ રાખો. 
  • એવી પણ માન્યતા છે કે રસોડામાં સાવરણી રાખવાનું ટાળો. આમ કરવાથી ઘરમાં ભોજનની અછત રહે છે. સાથે જ ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. 
  • ઘરમાં સાવરણીને પૈસાની જેમ છુપાવીને રાખવી જોઈએ. કહેવાય છે કે સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં બીજાની નજર ન પડે.
  • જો સાવરણી તૂટી ગઈ હોય, તો તેને તરત જ બદલવી જોઈએ. કહેવાય છે કે તૂટેલી સાવરણીથી ઘરની સફાઈ કરવાથી ઘણી સમસ્યાઓ થાય છે. જેના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. 
Whatsapp share
facebook twitter