+

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં મોટો ઉછાળો, 8.3 લાખ કરોડને પાર પહોંચ્યું ભંડોળ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ રવિવારે જણાવ્યું કે, આ નાણાંકિય વર્ષની શરૂઆતથી અત્યાર સુધી દેશમાં કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ રિફંડ પરત આપ્યા પહેલા 8,36,225 કરોડ રૂપિયા થઈ ગયું છે. જે ગત વર્ષની તુલનામાં 30% વધારે છે. નાણાંકિય વર્ષ 2021-22માં સમાનગાળામાં 6,42,287 કરોડ રૂપિયા કર સંગ્રહ થયું હતું. એકઠાં થયેલા દેશના કુલ પ્રત્યક્ષ કર સંગ્રહમાં કોર્પોરેટ ટેક્સની હિસ્સેદારી 4,36,020 કરોડ અને પર્સનલ ઈન્ક
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ રવિવારે જણાવ્યું કે, આ નાણાંકિય વર્ષની શરૂઆતથી અત્યાર સુધી દેશમાં કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ રિફંડ પરત આપ્યા પહેલા 8,36,225 કરોડ રૂપિયા થઈ ગયું છે. જે ગત વર્ષની તુલનામાં 30% વધારે છે. નાણાંકિય વર્ષ 2021-22માં સમાનગાળામાં 6,42,287 કરોડ રૂપિયા કર સંગ્રહ થયું હતું. એકઠાં થયેલા દેશના કુલ પ્રત્યક્ષ કર સંગ્રહમાં કોર્પોરેટ ટેક્સની હિસ્સેદારી 4,36,020 કરોડ અને પર્સનલ ઈન્કમ ટેક્સની હિસ્સેદારી 3,98,440 કરોડ રૂપિયા છે.
દેશમાં સતત વધી રહેલો પ્રત્યક્ષ કર સંગ્રહ તે વાતને દર્શાવે છે કે દેશની અર્થવ્યવસ્થા ઝડપથી કોરોના મહામારીથી ઉભરી રહી છે. સાથે જ કર વ્યવસ્થાને સરળ બનાવવાના લીધે દેશમાં કર સંગ્રહમાં સતત વધારો થઈ રહ્યો છે. પીટીઆઈના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું કે, ચોખ્ખો પ્રત્યક્ષ કર સંગ્રહ (Net Direct Tax Collection) 7,00,669 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. આ ગત નાણાંકિય વર્ષની તુલનાના 23%થી વધારે છે.
નાણાંકિય વર્ષ 2021-22 દરમિયાન સમાનગાળામાં ચોખ્ખો પ્રત્યક્ષ કર સંગ્રહ 5,68,147 કરોડ રૂપિયા હતો. પ્રત્યક્ષ કર સંગ્રહમાં 3,68,484 કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સથી આગળ છે જ્યારે બાકીના 3,30,490 કરોડ રૂપિયા પર્સનલ ઈનકમ ટેક્સ દ્વારા આવેલા છે. CBDTએ પોતાના નિવેદનમાં કહ્યું કે, નાણાંકિય વર્ષ 2022-23માં 17 સપ્ટેમ્બર 2022 સુધી કુલ એડવાન્સ ટેક્સ કલેક્શન પહેલા અને બીજા ક્વાર્ટરમાં વધીને 2,95,308 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે જે ગત વર્ષે 2,52,077 હતો.
Whatsapp share
facebook twitter