Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Nepal : વિદેશી નાગરિકોને લઈ જતું હેલિકોપ્ટર નેપાળમાં ક્રેશ, તમામ 6 લોકોના મોત

03:32 PM Jul 11, 2023 | Hiren Dave

નેપાળમાં પાંચ વિદેશી નાગરિકો સાથે ઉડી રહેલું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. જેમા સવાર 5 વિદેશી નાગરિકો સહિત 6 લોકોના મોત થયા હતા. નેપાળ પોલીસે માહિતી આપતા કહ્યું હતું કે, સર્ચ ઓપરેશન દળે હેલીકોપ્ટરનો કાટમાળ કબજે કર્યો હતો. આ સાથે પાંચ લાશને પણ શોધી કાઢવામાં આવી હતી.

 

નેપાળની સર્ચ ટીમને ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. કોશી પ્રાંત પોલીસના ડીઆઈજી રાજેશનાથ બસ્તોલાએ એએનઆઈને જણાવ્યું હતું કે ‘ગામવાસીઓએ નેપાળ સર્ચ ટીમને હેલિકોપ્ટર દુર્ઘટનાની જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મનાંગ એરનું આ હેલિકોપ્ટરે મંગળવારે સવારે 10.10 મિનિટે ઉડાણ ભરી હતી. તેના 15 મિનિટ પછી હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો.

 

ધ કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ ગુમ થયેલ હેલિકોપ્ટરનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક સવારે 10.15 વાગ્યે તૂટી ગયો હતો. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના જનરલ મેનેજર પ્રતાપ બાબુ તિવારીના જણાવ્યા અનુસાર કોલ સાઈન 9N-AMV ધરાવતું હેલિકોપ્ટર સાથેનો સંપર્ક ટેક-ઓફ થયાના 15 મિનિટ બાદ તૂટી ગયો હતો.

 

મનાંગ એર એક હેલિકોપ્ટર એરલાઈન છે. જેની સ્થાપના કાઠમંડુમાં 1997માં થઈ હતી. તે નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના વિનિયમન હેઠળ નેપાળના ક્ષેત્રની અંદર કોમર્શિયલ એર ટ્રાન્સપોર્ટમાં હેલિકોપ્ટરોનું સંચાલન કરે છે. આ હેલિકોપ્ટર કંપની ચાર્ટર્ડ સેવાઓ આપે છે અને વ્યક્તિગત સેવાઓ જેમ કે એડવેન્ચર ફ્લાઈટ્સ હેલિકોપ્ટર ટુર પર કેન્દ્રીત છે.

 

આ પણ  વાંચો –શું તમે જાણો છો ઉત્તર ભારતના રાજ્યોમાં કેમ આટલો બધો વરસાદ પડી રહ્યો છે? આ છે કારણ