Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Nepal Floods: મેઘ કહેર..!તમામ શાળા-કોલેજો 3 દિવસ માટે બંધ,60 લોકોના મોત

09:30 PM Sep 28, 2024 |
  • નેપાળમાં મુશળધાર વરસાદ
  • વરસાદમાં 60 લોકોના મોત થયા
  • તમામ શાળા-કોલેજો 3 દિવસ માટે બંધ

Nepal Floods: નેપાળ(Nepal Floods) માં સતત મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરે તબાહી મચાવી છે. આના કારણે ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા છે. આ પછી શિક્ષણ મંત્રાલયે (Education Ministry)તમામ શૈક્ષણિક સંસ્થાઓને ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. નેપાળના ઘણા ભાગો શુક્રવારથી વરસાદથી ડૂબી ગયા છે, જેના કારણે ડિઝાસ્ટર અધિકારીઓએ અચાનક પૂરની ચેતવણી જારી કરી છે. આ દરમિયાન હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે. નેપાળના શિક્ષણ મંત્રાલયે મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી અરાજકતાને ધ્યાનમાં રાખીને તમામ શૈક્ષણિક સંસ્થાઓને ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

કાઠમંડુમાં 226 ઘરો ડૂબ્યાં

મળતી માહિતી અનુસાર કાઠમંડુમાં નવ, લલિતપુરમાં 16, ભક્તપુરમાં પાંચ, કાવરેપાલચોકમાં ત્રણ, પંચથર અને ધનકુટામાં બે-બે અને ઝાપા અને ધાદિંગમાં એક-એક લોકોના મોત થયા છે.  પૂરમાં કુલ 11 લોકો લાપતા છે. પોલીસે જણાવ્યું કે કાઠમંડુમાં 226 ઘરો ડૂબી ગયા છે અને નેપાળ પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ ત્રણ હજાર સુરક્ષા કર્મચારીઓની બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે.

ઘણા લોકો વિસ્થાપિત

નેપાળમાં હજારો લોકો સુરક્ષિત સ્થળોએ વિસ્થાપિત થયા છે. રસ્તાઓ, વિસ્તારો, દુકાનો અને સંસ્થાઓમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણીમાં ડૂબી જવાના કારણે વાહનવ્યવહાર પણ બંધ થઈ ગયો છે. સેંકડો મકાનોને નુકસાન થયું છે. કાર અને મકાનો પાણીમાં ડૂબી ગયા છે.

આ પણ  વાંચો –વધુ એક IAS કૌભાંડ: અધિકારીની તેની જ પત્નીએ પોલ ખોલી દીધી

કાઠમંડુમાં 226 મકાનો ડૂબી ગયા

પોલીસે જણાવ્યું કે કાઠમંડુમાં 226 મકાનો ડૂબી ગયા છે. નેપાળ પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ 3,000 સુરક્ષા કર્મચારીઓની બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે. વરસાદ વચ્ચે લોકોને સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે.

આ પણ  વાંચોKolkata: IAS અધિકારીની પત્ની પર બંદૂકની અણીએ દુષ્કર્મ…પોલીસ તપાસમાં બેદરકારીથી HC નારાજ

ભારે વરસાદ વચ્ચે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે

નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ શુક્રવારે દેશમાં ખરાબ હવામાનને કારણે શનિવાર સવાર સુધીની તમામ સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. નેપાળના હવામાન આગાહી વિભાગે સતત ચાર દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે આ બન્યું છે. નેપાળના 77માંથી 56 જિલ્લા ભારે વરસાદની ઝપેટમાં છે.