+

પાણી ભરેલા ખાડામાં ડુબી જવાથી 10 વર્ષીય બાળકનું મોત, 1 બાળકીની હાલત ગંભીર

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ભરુડી સામે આવેલાં હડમતાળા જીઆઈડીસી ઝોનમાં ફોર્જીગ કારખાનાની પાછળ પાણી ભરેલા ખાડામાં બાળકો નહાવા પડતા એક બાળકનુ ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય એક બાળકીને…

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ભરુડી સામે આવેલાં હડમતાળા જીઆઈડીસી ઝોનમાં ફોર્જીગ કારખાનાની પાછળ પાણી ભરેલા ખાડામાં બાળકો નહાવા પડતા એક બાળકનુ ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય એક બાળકીને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાઇ હતી. હડમતાળા જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણી ભરેલા ખાડામાં કેટલાક બાળકો નહાવા પડ્યા હતા.દરમિયાન શુભમ રાજીવ કંવર ઉ.૯ નામનો બાળક પાણીમાં ડુબવા લાગતા બાળકોએ દેકારો કરી મુક્યો હતો.આ વેળા નેહા મેઘરાજ મુકારલાલ ઉ.૧૦ એ શુભમને બચાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ એ પણ ડુબવા લાગતા દોડી આવેલા લોકએ નેહાનો બચાવ કર્યો હતો.પરંતુ શુભમનુ ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ.

શુભમના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યારે પાણી પી જવાથી નેહાની હાલત ગંભીર હોય સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. શુભમના પિતા મુળ બિહારનાં રાજીવ કંવર હડમતાળા જીઆઈડીસી માં આવેલા ઓઈલ ફિલ્ડ ફોર્જીગ માં કામ કરેછે. સંતાન મા બે પુત્રો છે જેમા શુભમ મોટો હતો.નેહાના પિતા મેઘરજભાઇ પણ ફોર્જીગમાં કામ કરે છે. શુભમનો પરીવાર મજુરીકામ કરે છે. જો મૃતદેહ બિહાર લઈ જવાય તો મોટો ખર્ચ થતો હોય પરીવાર લાચાર બનતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના દિનેશભાઈ માધડ, જય માધડ,જયેશ વાળા (વ્યાજબીભાઈ), જગાભાઈ ભરવાડ, ગીરીશભાઈ ગોહિલ, કિશોરભાઈ બાવરિયા, રાજેશભાઈ પરમાર સહિતના લોકો એ માનવતા દાખવી રાત્રીનાં ગોંડલ સ્મશાન ગૃહ માં શુભમ ને વિધિવત અગ્નીદહ આપી અંતિમ વિધિ કરી હતી.

Whatsapp share
facebook twitter