Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

NDMAના અધિકારીઓએ માંડવી અને મુન્દ્રાની કરી મુલાકાત , વાવાઝોડા બાદની સ્થિતિની કરી સમીક્ષા

01:36 PM Jun 29, 2023 | Hiren Dave

અહેવાલ-કૌશિક છાયા.ક્ચ્છ

ક્ચ્છમાં બિપરજોય વાવાઝોડા સંદર્ભે ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા NIDM (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ) તથા NDMA  (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)ના ઉચ્ચ અધિકારીઓએ બીજા દિવસે માંડવી અને મુન્દ્રાના અસરગ્રસ્ત વિસ્તારોની  મુલાકાત  કરી  હતી

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના  અધિકારોએ મુંદ્રા પ્રાંત કચેરી ખાતે બેઠક યોજીને વાવાઝોડા પહેલાની તૈયારીઓ અને ત્યારબાદ પુન:સ્થાપનની તૈયારીઓ અંગે વિગતો મેળવી હતી. ટીમના સભ્યોએ અધિકારીઓ પાસેથી તેમના વાવાઝોડા દરમિયાનના અનુભવો, સ્થળાંતર પ્રક્રિયા, વ્યવસ્થાપન વગેરે ઝીણવટીભરી બાબતો વિશે જાણકારી એકત્ર કરી હતી

ત્યારે ટીમના સભ્યોએ મુન્દ્રા પોર્ટ, નગરપાલિકા ઓફિસ, માંડવીના ખારેક નુકસાનીના વાડી વિસ્તારો, માંડવી શહેરના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. સ્થાનિક અધિકારીશ્રીઓએ સાથે રહીને ટીમના સભ્યોને વર્તમાન સ્થિતિથી વાકેફ કરાવ્યા હતા. ટીમના સભ્યોએ નાગરિકો સાથે સંવાદ કરીને વાવાઝોડા બાદ નુકસાની, સમસ્યાઓનો ખ્યાલ મેળવ્યો હતો

આ મુલાકાત દરમિયાન NIDMના પ્રો.ડૉ. સૂર્યપ્રકાશ, યંગ પ્રોફેશનલ વિમલ તિવારી અને હરીહરાકુમાર દેવડા, કમ્યુનિકેશન કન્સલ્ટન્ટશ્રી સિંધુજા ખજુરીયા, પ્રાંત અધિકારીશ્રી ચેતન મિસણ, કચ્છ જિલ્લાના ફિશરીઝ વિભાગના અધિકારીશ્રી જે.પી.તોરણીયા, માંડવી મામલતદારશ્રી માધુ પ્રજાપતિ, વહીવટીતંત્રના સ્થાનિક અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આપણ વાંચો –દક્ષિણ ગુજરાતમાં મેઘાનું રૌદ્ર સ્વરુપ, સાનિયા હેમાદ ગામમાં ખાડીનું પાણી ઘુસ્યુ